મેથ્યુ વેડ પર કાર્યવાહી, અમ્પાયર સાથે ઝઘડો કરવા બદલ ફટકારી સજા

જેમ જેમ ટી ૨૦ વર્લ્ડકપની મેચો આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચ વધી રહ્યો છે. ઘણી હાઈ-પ્રોફાઈલ મેચોમાં મેદાન પર ’ઝઘડો’ પણ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેથ્યુ વેડ અમ્પાયર નીતિન મેનન સાથે ઝઘડો થયો હતો.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વેડની આ કાર્યવાહી સામે કાર્યવાહી કરી છે. મેથ્યુ વેડને આઇસીસી દ્વારા આચાર સંહિતાના લેવલ-૧ ભંગ બદલ ઠપકો આપવામાં આવ્યો છે. આ સાથે તેના રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડાઈ ગયો છે. જોકે, ૨ વર્ષના સમયગાળામાં વેડનો આ પહેલો ગુનો છે.

આ ઘટના શનિવારે કેન્સિંગ્ટન ઓવલમાં રમાયેલી મેચ દરમિયાન જોવા મળી હતી. ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની ૧૮મી ઓવરમાં આ બન્યું, જ્યારે વેડ ઇંગ્લેન્ડના બોલર આદિલ રાશિદના બોલનો સામનો કરવા માટે તૈયાર હતો. રશીદે બોલ ફેંક્તાની સાથે જ વેડ તે શોટ રમવા માટે તૈયાર દેખાતો હતો, પરંતુ જોરદાર સંગીતથી વિચલિત થતાં તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. તેણે બોલ રોક્યો. વેડે ત્યારપછી અમ્પાયર પાસેથી માંગણી શરૂ કરી કે આ બોલને ડોટ બોલ જાહેર કરવામાં આવે. જો કે અમ્પાયરે તેમ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી.

વેડે ગુનો કબૂલ્યો છે. તેણે મેચ રેફરીની અમીરાત પેનલની સજા સ્વીકારી લીધી છે. આ રીતે તેમણે ઔપચારિક સુનાવણીમાં હાજરી આપવાની જરૂર નહોતી. તમને જણાવી દઈએ કે રમતના નિયમોમાં ખેલાડીઓનું વર્તન પણ સામેલ હોય છે. આચાર સંહિતા લેવલ-૧ના ગુના માટે મેચ ફીના ૫૦ ટકા અને બે ડિમેરિટ પોઈન્ટ્સ આપવાની જોગવાઈ છે. જો ગુનો ગંભીર અથવા પુનરાવતત છે, તો ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.