‘મેરી મીટ્ટી મેરા દેશ’કાર્યક્રમમાં મહિસાગર જીલ્લાના 16 યુવાનો અમૃત કળશ યાત્રાના સમાપનમાંં હાજરી આપી

મલેકપુર, દિલ્લી ખાતે “મેરી મીટી; મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રા દરમિયાન મહીસાગર જીલ્લાની માટીને ગુજરાત થી દિલ્હી સમર્પિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મહિસાગર જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી જયદેવસિંહ સોલંકીની આગેવાનીમાં મહિસાગર જીલ્લાના 16 યુવાનો દિલ્હી ખાતે અમૃત કળશ યાત્રાના સમાપનમા હાજર રહી જીલ્લાનું પ્રતિનિધિ કર્યું. આ કાર્યક્રમમાં આખા દેશભરના પ્રતિનિધિઓ એ ભાગ લીધો હતો.