ઘોઘંબા,ઘોઘંબા તાલુકામાં હાલોલ મત વિસ્તારના ધારાસભ્ય જયદ્રસિંહ પરમારના વરદ હસ્તે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં ઘોઘંબા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, પંચમહાલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી, ઘોઘંબાના સરપંચ નિલેશભાઈ વરિયા, તાલુકા પ્રમુખ હેમંતભાઈ રાઠવા, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કળશ યાત્રાને સફળ બનાવી હતી. આ કળશ યાત્રા રણજીતનગર, ઘોઘંબા, પાલ્લા,પાધોરા, શામળકુવા, લાબડાધરા, વાંકોડ, બાકરોલ તથા વાવ ગામ સુધી રૂટ આયોજન મુજબ નીકળી હતી. ઘોઘંબા તથા પાલ્લા ગામની પ્રાથમિક શાળાની દીકરીઓએ કુમકુમ તિલક કરી યાત્રાનુ સ્વાગત કરી વધાવી હતી. ધારાસભ્ય જયદ્રશ્ય પરમાર દ્વારા મારી જન્મભૂમિની માટી એ જ મારા દેશના રક્ષણ માટે મહત્વની બની રહેશે. તેમજ સૌ કાર્યકરો અને આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા.