મેરે ઘર આઈ એક નન્હી પરી! આ ટીવી કપલની ઘરે બીજી વખત પુત્રી પધરામણી


મુંબઇ,
ટીવી અભિનેત્રી દેબીના બેનર્જી અને અભિનેતા ગુરમીતના ઘરે સારા સમાચાર આવ્યા છે. અભિનેત્રી સાત મહિના પછી બીજી વખત માતા બની છે. શુક્રવારે દેબિનાએ બાળકીને જન્મ આપ્યો હતો.

આ જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરતા ગુરમીતે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી છે. અભિનેતાએ લખ્યું, “અમારી બાળકીનું દુનિયામાં સ્વાગત છે. અમે ફરી એકવાર માતા-પિતા બની ગયા છીએ. આવા સમયમાં, અમે તમને થોડી પ્રાઇવસી ઇચ્છીએ છીએ, કારણ કે અમારી બાળકી સમયથી વહેલી (પ્રિ-મેચ્યોર) દુનિયામાં આવી ગઈ છે. આપના આશીર્વાદ અમારા પર વરસતા રહો. સહુને પ્રેમ.” ગુરમીત ચૌધરીની આ પોસ્ટ પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે તેમની બીજી પુત્રી પ્રિમેચ્યોર છે.

થોડા દિવસો પહેલા, અભિનેત્રી દેબીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના ચાહકોને કહ્યું હતું કે તેણે હોસ્પિટલ જવા માટે તેની બેગ પેક કરી લીધી છે. જોકે, તેના ચાહકો આ પોસ્ટથી સમજી શક્યા નહોતા કે તેનું બીજું બાળક સમય પહેલા આવવાનું છે.જ્યારથી ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી છે, ત્યારથી તેમની પોસ્ટ પર શુભેચ્છાઓનું પૂર આવવા લાગ્યું છે. બોલીવૂડ એક્ટર સોનુ સૂદ, ભોજપુરી અભિનેત્રી મોનાલિસા, કોમેડિયન ભારતી સહિત ઘણા સેલેબ્સે કપલને અભિનંદન આપતી પોસ્ટ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ બાળકના જન્મના તુરંત બાદ દેબીના બીજી વખત ગર્ભવતી બની હતી. તેણે ઓગસ્ટમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તે જ સમયે, ગર્ભવતી થયાના સાત મહિના પછી, દંપતીએ તેમની બીજી પુત્રીનું સ્વાગત કર્યું છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગુરમીતે કહ્યું, ‘અમે નસીબદાર છીએ કે અમને ફરીથી માતા-પિતા બનવાનું સૌભાગ્ય મળ્યું.