
નવીદિલ્હી, મ્યૂઝિક ઈંડસ્ટ્રીને મેરા ભોલા હૈ ભંડારી, પાર્વતી બોલી શંકર સે, લાગી લગન શંકરા, જેવા હીટ ગીત આપનારા સિંગર હંસરાજ રઘુવંશી લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. સિંગરે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ કોમલ સકલાની સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
હંસરાજ રઘુવંશીના લગ્નમાં સામેલ થયેલા વિશ્વ ચેમ્પિયન પાવરલિટર મહંત ગૌરવ શર્માએ કહ્યું કે, આ કપલ ૨૦૧૭થી રિલેશનશિપમાં હતું. લગ્ન સમારંભ હિમાચલ પ્રદેશના સોનલ જિલ્લાના કંદાર ગામમાં થયા હતા. ગૌરવે આગળ કહ્યું કે, મેં બંનેને તેમના શાનદાર ભવિષ્ય માટે શુભકામના આપવા માગું છું. ભગવાન તેમને આશીર્વાદ આપે.
હંસરાજ રઘુવંશી એક ભારતીય ગાયક, સંગીતકાર અને લેખક છે. જે પોતાના ભક્તિ ગીતો માટે ઓળખાય છે. ૨૦૧૯માં આવેલા ગીત મેરા ભોલા હૈ ભંડારીએ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાના મામલે ખૂબ જ પોપ્યુલર થઈ ગયું છે. તેમણે ભગવાન શિવને સમર્પિત કેટલાય ભક્તિ ગીત ગાયા, જેમાં મેરા ભોલા હૈ ભંડારી અને પાર્વતી બોલી શંકર સે જેવા ગીત સામેલ છે.
હંસરાજ રઘુવંશીએ બોલીવુડ ફિલ્મ પલ પલ દિલ કે પાસમાં સિંગર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ગાયકનો જન્મ હિમાચલ પ્રદેશમાં ૧૮ જુલાઈ ૧૯૯૨માં થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમે ફિલ્મ ઓએમજી ૨નું ગીત ઊંચી ઊંચી વાદી પણ ગાયું છે. આપને જણાવી દઈએ કે, ગાયકની પત્ની કોમલ સકલાની એક એક્ટ્રેસ છે. બંનેએ આ વર્ષે ૨૫ માર્ચના રોજ સગાઈ કરી હતી.