મેનકા,ઇરાની સહિતના મહારથીઓની હાર ભાજપ નહિ પચાવી શકે

લોકસભાની ચૂંટણીમાં જ્યાં ભાજપે ૪૦૦ સીટોને પાર કરવાનું સ્લોગન આપવામાં આવ્યું હતું, ત્યાં ભાજપ ૩૦૦ સીટો સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપે પણ રામ મંદિરનો મુદ્દો જોર જોરથી ઉઠાવ્યો હતો. રામના નામ પર હિંદુ મતદારોને જીતવા માટે પાર્ટી તરફથી સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પરંતું એ બધુ ફેલ ગયું છે.

આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઘણી જાણીતી હસ્તીઓને ટિકિટ આપી હતી. એવી ઘણી હાઈ-પ્રોફાઈલ બેઠકો છે જેની ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી હતી હવે લોક્સભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં અનેક આશાવાદી બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે.

આ હાર ભાજપને પચાવવી મુશ્કેલ છે. દેશની આ ૩૦ હોટ સીટો પર જોરદાર સ્પર્ધા ચાલી રહી હતી. પરંતું ભાજપનો જાદુ ન ચાલ્યો. જેમ કે, સ્મૃતિ ઈરાની, મેનકા ગાંધી, માધવી લતા, અન્નામલાઈ, ઉજ્જવલ નિકમ, નવનીત રાણા, અજય મિશ્રા ટેની આ બધાને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત અયોધ્યાની હાર ભાજપ માટે શરમજનક છે. મોદીને પણ ના મળી ૫ લાખની લીડ, વારાણસીમાં પ્રધાનમંત્રી માત્ર ૧.૫૨ લાખ મતથી જીત્યા.

આ તેમની ૩ ટર્મની સૌથી ઓછી લીડ છે ઉત્તર પ્રદેશમાં આમ તો ભાજપ અનેક બેઠકો પર ચૂંટણી હારી છે. પરંતુ અયોધ્યાની હાર ભાજપ માટે મોટો ઝટકો સમાન છે. રામમંદિરમાં મોદીને દંડવત ફળ્યા નહીં, અયોધ્યામાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યાં ભાજપે ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું, ત્યાં જ ભાજપ હાર્યું છે. ગુજરાતમાં ભાજપને ધાર્યા કરતા ઉલટુ પરિણામ મળ્યું, ભાજપની ક્લિન સ્વીપ પર એક મહિલા ભારે પડી, કોંગ્રેસમાંથી બનાસનીબેન ગેનીબેનની જીત, ક્લીનસ્વીપનો સંકલ્પ અધૂરો રહ્યો. રાહુલ ગાંધીની જીત ભાજપ માટે ઝાટકો સમાન, વાયાનાડ અને રાયબરેલીમાં રાહુલ ગાંધીની જીત અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાનીને કોંગ્રસના કિશોરી લાલ શર્માએ હરાવીને આખા દેશને ચોંકાવી દીધા છે. સ્મૃતિની હાર રાહુલ ગાંધીની ગત હાર કરતા મોટી છે. સ્મૃતિ ઈરાની ૧.૩૦ લાખ વોટથી હાર્યા છે. ઇરાનીએ પોતાની હાર સ્વીકારી લીધી હતી અને મતદારોનો આભાર માન્યો હતો

રાજસ્થાનમાં ૧૦ વર્ષ બાદ કોંગ્રેસે જોરદાર વાપસી કરીને ભારતીય જનતા પાર્ટી ને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ અને ભારતના ગઠબંધનથી સતત બે ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરનાર ભાજપને આ વખતે ૧૪ બેઠકો પર ઘટાડી દીધી છે. એક તરફ બાડમેરમાં જ્યાં મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ચૌધરી ચૂંટણી હારી ગયા છે, ત્યાં ચુરુમાં રાહુલ કાસવાનની ટિકિટ કાપવાનો નિર્ણય મોંઘો સાબિત થયો છે.

લખીમપુર ખેરીમાં ભાજપને મોટો ફટકો પડ્યો. અજય મિશ્રા ટેની હાર્યા. ઉત્તર પ્રદેશની ખેરી લોક્સભા બેઠક પરથી ભાજપના અજય મિશ્રા ટેની ૩૦ હજાર મતોથી હારી ગયા છે. ટેનીનો મુકાબલો સપાના ઉત્કર્ષ વર્મા સામે હતો. ઉત્કર્ષ વર્માને કુલ ૫ લાખ ૪૬,૦૨૯ વોટ મળ્યા છે. જ્યારે અજય મિશ્રાને ૫ લાખ ૧૫,૬૯૨ વોટ મળ્યા છે.

તમિલનાડુમાં ભાજપની સૌથી મોટી આશા ધ્વસ્ત થઈ છે. ભાજપે કોઈમ્બતૂર સીટ પર અન્નામલાઈની જીતનો ભરોસો હતો. પંરતુ તેઓ કંઈ ઉકાળી ન શક્યા. મુંબઈ નોર્થથી ભાજપના ઉમેદવાર અને ક્સાબનો કેસ લડનાર વકીલ ઉજ્જવલ નિકમ હારી ગયા છે યુપીમાં ઘણી હાઈપ્રોફાઈલ સીટો છે, જેમાં સુલતાનપુરનો સમાવેશ થાય છે. સુલતાનપુર લોક્સભા સીટ સપાના રામભુઆલ નિષાદે ચૂંટણી જીત્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી ચૂંટણી હારી ગયા છે. નવનીત રાણા મહારાષ્ટ્રની અમરાવતી બેઠક પરથી કમળ ખીલાવી શક્યા નથી. મહારાષ્ટ્રની અમરાવતી લોક્સભા સીટ પર મોટો અપસેટ સર્જાયો છે. ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનાર નવનીત રાણા અમરાવતી કમળ ખીલવી શક્યા નથી. કોંગ્રેસના નેતા બળવંત વાનખેડે તેમને હરાવ્યા હતા.