મેનકા ગાંધીને એક ઈમેલ કર્યો અને ૨૫૦ કિમી દૂરથી દિલ્હી ખતરનાક કોબ્રા લવાયો ?

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બદાયૂંથી એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક કોબ્રા સાપ લોખંડના ગાર્ડ નીચે કચડાઈ જવાથી ખરાબ રીતે ઘાયલ થયો હતો. જ્યારે બીજેપી સાંસદ મેનકા ગાંધીને આ અંગેની માહિતી મળી તો તેમણે તરત જ સાપને સારવાર માટે દિલ્હીમાં મંગવી લીધો હતો. જેના પછી 5000 રૂપિયામાં ટેક્સી રિઝર્વ કરવામાં આવી હતી અને કોબ્રાને દિલ્હી લાવવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બદાયૂંના સિલ્હારી સ્થિત સિમેન્ટની દુકાનમાં કોબ્રા જોવા મળ્યો હતો. આ પછી દુકાન માલિકે સાપ મિત્ર વિકેન્દ્ર શર્માને આ અંગે જાણ કરી હતી. જ્યારે વિકેન્દ્ર ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે એક પછી એક ગાર્ડને હટાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક ગાર્ડન સાપ પર પડ્યું હતું. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સાપની હાલત જોઈને વિકેન્દ્રએ આ વાતની જાણકારી બીજેપી સાંસદ અને પશુ કલ્યાણ કાર્યકર્તા મેનકા ગાંધીને ઈમેલ દ્વારા આપી હતી. બીજેપી નેતાએ સાપને તાત્કાલિક સારવાર માટે દિલ્હી મોકલવાનું કહ્યું હતું. આ પછી વિકેન્દ્રએ 5000 રૂપિયામાં ટેક્સી રિઝર્વ કરી હતી. આ સાપને એક બોક્સમાં રાખવામાં આવ્યો હતો અને બદાયૂંથી 250 કિલોમીટર દૂર દિલ્હી લાવવામાં આવ્યો હતો.

અહીં વાઇલ્ડલાઇફ એસઓએસ ટીમે તેને રિસીવ કર્યો અને હવે તેની સારવાર ચાલી રહી છે. સ્થિતિમાં સુધારો થયા બાદ સાપને જંગલમાં છોડી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે કિંગ કોબ્રા દુનિયાના સૌથી ઝેરી સાપમાંથી એક છે. તે ભારત સહિત દક્ષિણ પૂર્વ એશિયાના તમામ દેશોમાં જોવા મળે છે. દક્ષિણ ભારતીય રાજ્યોમાં કોબ્રા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.