મેમનગરમાં ૨૧ દુકાનો સીલ, ગંદકી ફેલાવવા મામલે કરાઈ કાર્યવાહી

અમદાવાદ, શહેરમાં મેમનગર વિસ્તારની ૨૧ દુકાનો સામે તંત્રે મોટી કાર્યવાહી કરી. મેમનગર વિસ્તારની ૨૧ દુકાનો સીલ કરાઈ છે. આ તમામ દુકાનોને સીલ કરાતા પહેલા તંત્ર દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. છતાં પણ દુકાનોના માલિકો દ્વારા બેદરકારીભરી કામગીરી થતા તંત્ર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું.

મેમનગર વિસ્તારની ૨૧ દુકાનોને તંત્રના તાળા લાગ્યા. તંત્રે આ તમામ દુકાનોને ગંદકી ફેલાવવા મામલે નોટિસ ફટકારી હતી. આ દુકાનો રહેણાંક વિસ્તારમાં આવેલ છે. અને જાહેરમાં ગંદકી ફેલાવવા મામલે તમામ ૨૧ દુકાનો સામે કાર્યવાહી કરાઈ. અત્યારે શહેરમાં ગરમીનો પ્રકોપ છે. હિટસ્ટ્રોકના કારણે લોકો વધુ બીમાર પડી રહ્યા છે. ત્યારે દુકાનો દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવાતા શહેરી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. મેમનગર વિસ્તારની આ ૨૧ દુકાનોને ગંદકી ફેલાવવા બદલ પ્રથમ નોટિસ મોકલવામાં આવી. છતાં પણ દુકાનના માલિકોએ નોટિસને અવગણતા ગંદકી ફેલાવવા બાબતે કોઈ પગલા ના લેતા આખરે તંત્રએ લાલ આંખ કરતા તમામ ૨૧ દુકાનો સીલ કરી દીધી.