મેલબોર્ન, મેલબોર્ન શહેરને પીવાનુ પાણી પુરા પાડતા જળાશયો ચોમાસા ૠતુમાં વરસેલા ભારે વરસાદ પછી ૯૫ ટકા ક્ષમતા સાથે કુલ પાણીના સંગ્રહથી છલોછલ ભરાઈ ગયા છે. વેસ્ટ ગિપ્સલેન્ડમાં થોમસન ડેમ, જે અડધા મેલબોર્નને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડે છે, તે ૯૯.૩ ટકા ભરેલો છે. થોમસન ડેમ એક વર્ષ પહેલા ખાલીખમ્મ હતો, બે દાયકામાં પ્રથમ વખત આ ડેમ છલકાયો છે. લા નીનાના ત્રણ વર્ષ પછી પણ મેલબોર્નના જળસંગ્રહની હજુ પણ સારી સ્થિતિ છે. હવે જો વધુ વરસાદ વરસે તો ડેમ છલકાઈ જાય તેવી સ્થિતિ છે.
ગયા મહિને, હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે, પેસિફિક મહાસાગરમાં અલ નીનોની અસર વર્તાઈ રહી છે. અલ નીનોની અસર ઉનાળાના અંત સુધી રહેવાની ધારણા છે. ૨૦૧૮-૧૯ પછી ઓસ્ટ્રેલિયાને અસર કરતો આ પહેલો અલ નીનો છે. અલ નીનો હિંદ મહાસાગર સાથે સંકળાયેલ છે, અલ નીનોને કારણે સામાન્ય રીતે મધ્ય અને દક્ષિણ-પૂર્વ ઑસ્ટ્રેલિયા માટે વરસાદમાં ઘટાડો કરે છે.
ઑસ્ટ્રેલિયન રિસર્ચ કાઉન્સિલના સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર ક્લાઇમેટ એક્સ્ટ્રીમ્સ અનુસાર, ઑસ્ટ્રેલિયાના મોટા ભાગના મુખ્ય દુષ્કાળો ૧૯૮૨, ૧૯૯૪, ૨૦૦૨, ૨૦૦૬ અને ૨૦૧૫ વર્ષમાં જોવા મળ્યાં હતા. જે મુખ્યત્વે અલ નીનોને કારણે દુષ્કાળની સ્થિતિ સર્જી હતી.
ક્લાઈમેન્ટ ચેન્જની અસર પણ વાતાવરણ પર જોવા મળી રહી છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જેના કારણે જળાશયોનું પાણી વધુ પ્રમાણમાં બાષ્પીભવન થઈ રહ્યું છે. આ જળાશયોને ભરવા માટે વરસાદ જરૂરી છે. પરંતુ ક્લાઈમેન્ટ ચેન્જ અને અલનીનોને કારણે વરસાદની માત્રામાં ઘટાડો થાય છે.
મે ૨૦૧૯માં મે ૨૦૧૯માં મેલબોર્નનું જળસ્તર ૫૦ ટકા જેટલું ઘટી ગયું હતું. ત્યારબાદ ડેમ ફરી સંપૂર્ણ કક્ષાએ ભરાયા નહોતા. ૨૦૦૦ ના દાયકાનો દુષ્કાળ વધુ ગંભીર હતો. અછતના કારણે પાણીના વપરાશ પર કાયમી નિયંત્રણો આવ્યા હતા કારણ કે ૨૦૦૯ના મધ્યમાં જળાશયોના જળસંગ્રહમાં ૨૬ ટકાનો ઘટાડો થવા પામ્યો હતો. જ્યારે ઉનાળામાં મેલબોર્નના પાણીના સ્તરમાં કુદરતી રીતે ઘટાડો થાય છે.
યુએનએસડબલ્યુ સ્કૂલ ઑફ સિવિલ એન્ડ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગના શહેરી પાણી પુરવઠાના નિષ્ણાત પ્રોફેસર સ્ટુઅર્ટ ખાને કહ્યું કે, જો આગામી છ મહિનામાં પૂરતા પ્રમાણમાં જળાશય સુકાઈ જાય કે કેચમેન્ટ સુકાઈ જાય, તો તેના વર્ષે જળાશય સંપૂર્ણ ભરાવવું મુશ્કેલ બને છે. ડેમના જળસ્તરને કારણે વિક્ટોરિયાનો ડિસેલિનેશન પ્લાન્ટ આ વર્ષે એપ્રિલથી કાર્યરત થયો નથી. આ જળાશયમાં આગામી ૨૦૨૪ના મધ્ય સુધી પાણીનો પુરતો ભરાવો થવાની અપેક્ષા નથી.