મહેસાણા નગરપાલિકાના ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ થશે. ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો નગરપાલિકાએ તખ્તો તૈયાર કરી નાખ્યો છે. મહેસાણા નગરપાલિકાની સાધારણ સભાના એજન્ડામાં તેમને સસ્પેન્ડ કરવા કામ મૂકાયું હતું.
સેનેટરી ઇન્સ્પેક્ટર દિલીપ ત્રિવેદીને, ક્લાર્ક મનીષ પરમારને અને ટાઉન પ્લાનર વિશાલ ઓઝાને સસ્પેન્ડ કરવામાં આવશે. કામમાં અનિયમિતતાનું કારણ હાથ ધરીને તેમને સસ્પેન્ડ કરવામાં આવનાર છે. વિશાલ ઓઝાને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પણ હાઇકોર્ટના ઓર્ડર બાદ નોકરી પર લેવાયા હતા. જો કે તેમને સસ્પેન્ડ કરવા પાછળના કારણોને લઈને હજી પણ સસ્પેન્સ છે. તેથી સ્પષ્ટતાના અભાવે હાઇકોર્ટે તેમને છોડી મૂક્યા હતા.