મહેસાણાના વિસનગરમાં તસ્કરો ત્રાટક્યા, થ્રેસર ઇન્ડસ્ટ્રીઝમાંથી ચોરી

મહેસાણા,મહેસાણા જિલ્લામાં તસ્કરો છેલ્લા કેટલાક મહિનાઓથી પરેશાન કરી રહ્યા છે. વધુ એક ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં તસ્કરો ત્રાટક્યા હતા અને જ્યાં તસ્કરોએ ચોરી આચરી હોવાનું સામે આવ્યુ છે. મહેસાણાના વિસનગર થી વડનગર રોડ પર આવેલ નર્મદા થ્રેસર ઇન્ડસ્ટ્રીઝમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ઇન્ડ્સ્ટ્રીઝની દિવાલ કૂદીને ઓફિસનું તાળુ તોડી ચોરી કરવા ઘૂસ્યા હતા.

ઓફિસમાં રહેલ રોકડ અને મોબાઇલ સહિતની મત્તાની તસ્કર ચોરી કરી ગયા હતા. લગભગ ૧.૪૦ લાખ રુપિયાની મત્તાની તસ્કરોએ ચોરી આચરી હતી. ૨ બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. ઘટનાને લઈ સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી છે. તસ્કરોને સીસીટીવી આધારે શોધવા માટે તજવીજ હાથ ધરી છે.