મહેસાણાના વેપારી સાથે ૩.૨૨ કરોડની ઠગાઈ :એસઆરપી જવાન સહિત ૪ની સંડોવણી

મહેસાણાના વેપારીને તેમના બનેવીએ આપેલાં નાણાં પૈકી રૂ.૩.૨૨ કરોડ વલસાડના એસઆરપી જવાન સહિત ચાર જણાએ કાવતરું રચીને જીસ્ઝ્રની તપાસ ચાલતી હોવાનું કહીં લોકરમાંથી બહાર કઢાવ્યા બાદ લૂંટ થઈ હોવાનું જણાવી હડપ કરી લેતાં મહેસાણા તાલુકા પોલીસ મથકે ચારેય જણા સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે.

અમેરિકા રહેતા તેમના બનેવી દિલીપભાઈ અંબાલાલ પટેલે જમીન ખરીદવા ટુકડે ટુકડે રૂ.૫.૫૦ કરોડ તેમને આપ્યા હતા. જે પૈકી રૂ.૩,૨૨,૫૦,૦૦૦ અમદાવાદ સાયન્સ સિટી કેનાલ રોડ પર પાર્ક વ્યુમાં રહેતા પ્રિતેશકુમાર ભરતભાઈ પટેલના બેક્ધ લોકરમાં મુકેલા હતા. ગત તા.૨૩ ફેબ્રુઆરીએ અમિતકુમાર તેમના મિત્ર વિકી પ્રવિણભાઈ ત્રિવેદી (રહે.બાપુનગર, અમદાવાદ) તથા ભામિની પ્રકાશકુમાર વ્યાસ (રહે.જગતાપુરા, તા.દસક્રોઈ)ની અમદાવાદ ખાતેની ઓફિસે ગયા હતા. તે સમયે તેમની ફેક્ટરીએ આવેલા માણસે ભગીરથસિંહ તરીકે ઓળખ આપી તે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી આવતો હોવાનું કહીં તેમને નિલપ્ત રોયને મળવા આવવાનું છે તેમ કહ્યું હતું.

વિકીને તપાસ કરવાનું કહીં તેઓ મહેસાણા આવવા રવાના થયા હતા. તેઓ અડાલજ ચોકડીએ પહોંચતાં ભામિનીનો ફોન આવ્યો હતો. જેમાં કોન્ફરન્સ કોલમાં વિકી તથા પ્રિતેષકુમાર હતા. વીકીએ ખરેખર તેમની ઉપર તપાસ ચાલતી હોવાનું કહીં તેમની પાસેની રોકડ સેઈફ જગ્યાએ ખસેડી દેવા કહેતાં પ્રિતેષકુમારને લોકરમાંથી નાણાં સેઈફ જગ્યાએ લઈ જવાનું કહ્યું હતું.

પ્રિતેષકુમારે નાણાં ત્રણ થેલામાં કારમાં ભામિનીબેન સાથે તેમના ઘરે રવાના કર્યા હોવાનું કહ્યું હતું. બાદમાં ભામિનીબેને રડતા અવાજે ફોન કરતાં અમિતકુમારે પ્રિતેષભાઈને ફોન કરીને જાણ કરી હતી અને કંઈક અજુગતું થયાનું લાગતાં તેઓ પરત અમદાવાદ જવા નિકળ્યા હતા. દરમિયાન વિકીએ ફોન કરીને ત્રણેય થેલાની લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ બધાએ તમારી ઉપર તપાસ ચાલે છે એટલે ઉલમાંથી ચૂલમાં પડવાનું થશે તેમ કહેતાં ડરના માર્યા તેમણે ફરિયાદ નહોતી આપી. નાણાં પરત ન મળતાં મહેસાણા ન્ઝ્રમ્માં અરજી આપી હતી. જેમાં એસએમસીના પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપનાર વલસાડ એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતો ખટાણા જહાભાઈ અરજણભાઈ હોવાનું અને વિકીએ જ તેને તેમની ઓફિસે મોકલ્યો હોવાનું ખુલ્યું હતું.