
મહેસાણામાં ૧૬ વર્ષીય સગીરા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. માહિતી મુજબ જયદીપ રાઠોડ નામના શખ્સે સગીરા સાથે ૬ માસથી વોટ્સએપ પર મેસેજ કરી હેરાન કરતો હતો. સ્કૂલમાં ગયેલી કિશોરીનો પીછો કરી લાફા માર્યા હતા. તેમજ સ્કૂલ ડ્રેસ ફાડા નાખતા સગીરા હેરાન અને ભયભીત થઈ ગઈ હતી. આખરે જયદીપ રાઠોડ નામના શખ્સને મેસેજ કરવાની ના પાડતાં શખ્સ શાળા સુધી પહોંચ્યો હતો. સગીરાએ તેની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધી છે.
સરસપુરમાં રહેતી ૩૫ વર્ષની મહિલાની સગીરવયની દીકરી ઘરે હાજર હતી દરમિયાન તેનો ભત્રીજો ભર બપોરે તેમના ઘરે ગયો હતો અને એકલતાનો લાભ ઉઠાવીને યુવકે સગીરાને વિશ્ર્વાસમાં લઇને તેની સાથે શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી.
વડોદરામાં ૧૦ વર્ષની સગીરા સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી હતી. વડોદરામાં વડસર રોડ પર રહેતી એક સગીરાએ તેને દરરોજ શાળાએ લેવા-મૂકવા જતા રિક્ષાચાલક સામે શારીરિક અડપલાં કરી માર મારવાના આરોપસર ફરિયાદ કરી હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સગીરાને વિશ્ર્વાસમાં લઈ છેડતી કરી હતી. બાદમાં સમય જતા એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેથી તે સગીરાએ આપઘાત કરી લીધો હતો જે ગુનામાં આરોપીની ધરપકડ કરીને હાલમાં પોલીસે તેને જેલ હવાલે કરેલ છે.