મહેસાણામાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી. કડીના થોળ ગામે ખોદકામ દરમ્યાન મૂર્તિ મળી. થોળ ગામના મોટા વાસમાંથી મૂર્તિઓ મળી. ખાળકુવાના ખોદકામમાં જૈન ભગવાનની મૂર્તિઓ મળી. ૧૩ જેટલી મૂર્તિઓ જમીનના પેટાળમાંથી મળી.
અગાઉ ઈડરીયા ગઢ પરથી નવીન ભવનના ખોદકામ દરમ્યાન અંદાજે ૧૫૦૦ વર્ષ પૂરાણી મૂતઓ મળી આવતા ત્યાં કામ કરી રહેલા લોકો પ્રથમ નજરે અચંબિત થયા હતા. જોકે બાદમાં ભગવાનની મૂતઓ હોવાનું માલુમ થતા કામદારોએ સૌ પ્રથમ પુરાતન ખાતાને તેમજ જૈન અગ્રણીઓને જાણ કરી જણાવતા જૈન આગેવાનોએ આ મૂર્તિઓ જૈન ભગવાનની હોવાનું ઓળખ કર્યું હતુ. ઈડરિયા ગઢ પર જૈન મંદિર પાસે નવીન ભવન માટે ખોદકામ દરમિયાન ૧૫૦૦ વર્ષ પુરાણી જૈન ભગવાન ની મૂત સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવતા શહેરના જૈન સમાજ સહિત પુરાતત્વ વિદો માં આનંદ છવાયો છે આ અતિ પ્રાચીન મૂત સહિત અવશેષોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઈડરિયા ગઢ પર દિગંબર જૈન મંદિર પાસે નવીન સંત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું અહીં રવિવારે સવારે જેસીબી મશીનથી પાયાના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂર્તિ તથા કેટલાંક પુરાતન અવશેષો જોવા મળતાં સ્થળ પર હાજર કામદારો દ્વારા જૈન સમાજના અગ્રણીઓ ને જાણ કરાઇ હતી.