મહેસાણા, મહેસાણા નગરપાલિકા મેદાનમાં કરોડોના ખર્ચે સરદાર પટેલ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે પણ હવે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલું સ્ટેડિયમ મહેસાણા નગરપાલિકા માટે હાથી પાળવા જેવું સાબિત થઈ રહ્યું છે.કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની નિભાવણી માટે ખાનગી ક્લબ મહેસાણા નોર્થ ક્લબને ચલાવવા માટે આપવામાં આવ્યું હતું.
હરિયાળું મેદાન, પ્રેક્ષકો ને બેસવા સ્ટેડિયમ અને નાઈટ ટુર્નામેન્ટો રમાઈ શકે એવા લાઇટિંગ સાથે બનેલા મેદાન નું ટેન્ડર લેનાર નોર્થ કલબે પોતાનું ટેન્ડર રદ્દ કરવા અરજી આપી દીધી છે.મહેસાણા નોર્થ ક્લબ ને મહિને રૂપિયા ૨.૨૭ લાખ ભાંડું આપવા નું અને મેદાનની નિભાવણીની શરતે ટેન્ડર થી મેદાન નોર્થ કલબ ને આપવા માં આવ્યું હતું.પરંતુ ધોળા હાથી સમાન મેદાન ભાડે લેનાર નોર્થ ને નિભાવણી ખર્ચ મુશ્કેલ લાગતા પોતાનું ટેન્ડર રદ્દ કરવા અરજી આપી દીધી છે.
આમ,વાષક ૨૭ લાખ ભાંડું અને મેદાન નિભાવણી ખર્ચ કાઢવો એજન્સી માટે કાઢવો મુશ્કેલ હતો,, તો બીજી તરફ ખાનગી એજન્સી પાસે આવક કરવા ના કોઈ ખાસ સોર્સ નથી.આ કારણે એક તરફ એજન્સી એ મેદાન નિભાવણી માટે અસમર્થતા દાખવી છે,તો બીજી તરફ મહેસાણા નગરપાલિકા એ એજન્સી ને બ્લેક લીસ્ટ કર્યા નું જાહેર કર્યું છે.