
મહેસાણા,મહેસાણા જિલ્લામાં ઠેરઠેર દેશી દારૂના અડ્ડા પોલીસના નાક નીચે ધમધમી રહ્યા છે.ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી ને મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચિત્રોડીપુરા ગામે ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી ૧૦૦૦ લીટર દેશી દારૂ ગાળવાનો વોશ ઝડપી લીધો હતો.
મહેસાણા એલસીબી ટીમના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી કે ચિત્રોડીપુરા ગામે ઠાકોર ભરતજી સુજાજી નામનો શખ્સ દેશી દારૂનો વ્યાપાર કરે છે.બાતમી આધારે મહેસાણા એલસીબી ટિમેં દરોડો પાડતા મારવાડી વિનોદ નામના શખ્સ ને ઝડપી જમીન માં દાટેલા પીપળા માંથી દારૂ ગાળવાનો ૧૦૦૦ લીટર વોશ ઝડપી પાડ્યો હતો.તેમજ દારૂ વેચનાર ઠાકોર ભરતજી મળી આવ્યો નહતો. એલસીબી ટીમે સ્થળ પરથી ૧૦૦૦ લીટર દારૂ ગાળવાનો વોશ મળી કુલ ૨૧૨૦ નો મુદ્દામાલ ઝડપી મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ આદરી છે.