કડી, મહેસાણાના કડીમાં મોડી રાતે બે સોસાયટી વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સમે આવી છે. સાકાર અને ધનંજય નામની બે સોસાયટી વચ્ચે પથ્થરમારો થયો છે. રસ્તા ની બાબતે બંને વચ્ચે ઘણા સમય થી ચાલતી માથાકૂટ હતી.
રાત્રે ૧૦ વાગ્યા ના અરસામાં એકાએક બંને સોસાયટીના માણસો સામસામે આવી જતાં પથ્થરમારો થયો. બંને સોસાયટીના નાના બાળક સહિત પાંચ જેટલા વ્યક્તિઓ ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે. કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરી છે. મમલને શાંત પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પથ્થરમારો થયો તે પહેલા જ લાઇટો બંધ કરી દેવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં CCTV પણ તોડી પડવામા આવ્યા હતા.
રસ્તા બાબતે લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. જે બાબતે અનેક વાર પઅલીકમાં પણ રજૂઆત કરવાંઆ આવી હતી. જોકે આ નાગે કોઈ કાર્યવાહી નહીં થતા મામલો પથ્થરમારા સુધી પહોંચ્યો હતો.