Mehsana : મહેસાણાના જોટાણામાં 5 લૂંટારુંઓએ પરિવારને બંધક બનાવી લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. 5 લૂંટારુઓએ દોઢ કલાક સુધી પરિવારને બંધક બનાવ્યો હતો અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટારુઓએ પિસ્તોલ તેમજ છરી બતાવી અંદાજે 30થી 35 તોલા સોનું સહિત રોકડ રકમની ધોળા દિવસે લૂંટ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘરમાં 3 મહિલાઓ તેમજ 2 બાળકો હાજર હતા તે સમયે લૂંટારૂઓએ હથિયાર બતાવી લૂંટ ચલાવી હતી. ઘરમાં હાજર ત્રણ મહિલાઓને બંધક બનાવી માર મારવામાં આવ્યો હતો અને તમામને એક રૂમમાં રૂમમાં પૂરી દેવાયા હતા. મહેસાણા LCB , SOG સહિત સાંથલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.