મહેસાણા,
મહેસાણાના ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રીક્ષા અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. જ્યારે બે લોકોનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત થતા તાત્કાલીક ધોરણે બે ઈજાગ્રસ્તો ને સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ ખાતે સિવીલ હોસ્પિટલમાં ઠાકોર હીરાબેન અને ઠાકોર રમેશજી નામના ઇજાગ્રસ્તનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસને તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજે સવારે સુરત મનપાની કચરાગાડીના ચાલકે વધુ એકનો ભોગ લીધો છે. દાણા-ચણાની લારી ચલાવતા યુવકને કચરાગાડીની અડફેટે લેતા યુવકનું મોત થયુ છે. મનપાની કચરાની ગાડીના ચાલકે લારી સહિત ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ ઘટના સ્થળે આવી પોંહચી હતી. ઉધના પોલીસે ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-૮ પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત ૩ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી
આ અગાઉ પણ જામનગરમાં નાગનાથ ગેઈટ નજીક રીક્ષા અને મનપાની કચરાની ગાડી વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી. રિક્ષા અને મનપાની કચરાની ગાડી સામસામે ટકરાતા રિક્ષામાં સવાર બે બાળક સહિત ચારને નાની-મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટના ટાગોર રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર શો રૂમમાં ઘુસી હતી અને અકસ્માત સર્જાયો હતો. જો કે આ ઘટનામા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ રોડ નજીક આવેલ ઇન્ટિરિયરના શો રૂમમાં ભારે નુક્સાન જોવા મળ્યું હતું.