તસ્કરોએ ત્રાસ મચાવી મૂક્યો છે. અરવલ્લી જિલ્લાના મેઘરજમાં તસ્કરોએ ચોરી આચર્યાની ઘટના સામે આવી છે. મેઘરજમાં લકી કોમ્પ્લેક્ષમાં આવેલ એક મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાંથી તસ્કરોએ મોંઘાદાટ ફોનની ચોરી આચરી હતી. ઘટનાને પગલે મોડાસા DySP સહિતનો કાફલો સ્થળ પર તપાસ માટે પહોંચ્યો હતો.
તસ્કરોએ અરવલ્લી અને સાબરકાંઠામાં પરેશાન કરી દીધા છે. ચોરીની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. મંગલપુરમાં પણ એક શિક્ષકના ઘરમાંથી મોટી ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો હતો. હિંમતનગરમાં વેપારીના ઘરે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. હવે મેઘરજ શહેરમાં એક મોબાઈલની દુકાન તસ્કરોને નિશાને ચઢી છે. જેમાં તસ્કરોએ ત્રાટકીને મોબાઈલની ચોરી આચરી છે.
તસ્કરોએ દુકાનમાંથી 31 જેટલા મોંઘાદાટ મોબાઈલની ચોરી આચરી છે. ઘટનાને પગલે વેપારી મોહમંદ રસીદ ગફુર પટેલે આ અંગે મેઘરજ પોલીસને જાણ કરતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતા DySP કેજે ચૌધરી અને સ્થાનિક પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.