મેઘાણીનગરમાં ધર્માત્મા કુટિર ખાતે પટેલ પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવતા આયોજન પ્રમાણે આ વર્ષે પણ શ્રી યંત્ર પુજાનું આયોજન કરવામાં આવ્યું. જોકે આ વર્ષે પુજામાં 2100 શ્રી યંત્ર રાખવામાં આવ્યા. જે યંત્ર લોકોનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે યંત્રની પુજા વિધી કરીને સ્થાનિકોને યંત્ર પ્રસાદી રૂપે આપવામા આવ્યા હતા.
આજે ધનતેરસ છે જેની દેશ ભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ ધનતેરસની પૂજાનું વિશેષ મહત્વ જોવા મળે છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક પરિવારે સ્થાનિકો સાથે મળીને ધનતેરસની વિશેષ રીતે ઉજવણી કરી છે. જેમા નાનેરાથી લઈને મોટેરા તમામ લોકો જોડાયા હતા. ધનતેરસ નિમિત્તે અહીં 2100 શ્રી યંત્રની પૂજા કરવામાં આવી હતી.
મેઘાણીનગરમાં ધર્માત્મા કુટિર ખાતે પટેલ પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષ કરતા વધુ સમયથી કરવામાં આવતા આયોજન પ્રમાણે આ વર્ષે પણ શ્રી યંત્ર પુજાનું આયોજન કરવામાં આવ્યું. જોકે આ વર્ષે પુજામાં 2100 શ્રી યંત્ર રાખવામાં આવ્યા. જે યંત્ર લોકોનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જે યંત્રની પુજા વિધી કરીને સ્થાનિકોને યંત્ર પ્રસાદી રૂપે આપવામા આવ્યા હતા.
આયોજક પરિવારનું માનવુ છે કે ધનતેરસે સોના ચાંદી અને ધનની પુજા કરવાથી સુખ અને શાંતી અને ધનની પ્રાપ્તિ થાય છે અને લોકોને સાથે રાખીને પુજા કરવાથી લોકોને પણ પુજા વિધીનો લ્હાવો મળે છે. જેથી પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષ કરતા વધુ વર્ષ થી સતત પૂજાનુ આયોજન કરતા આવી રહ્યા છે. જેમા આવનારા લોકો પણ આ પુજાવીધીના પ્રયાસને વધાવતા જોવા મળ્યા.