શિલોન્ગ,
મેધાલયના વિધાનસભા અધ્યક્ષ મેટબાહ લિંગદોહ ચુંટણી લડનાર સૌથી અમીર ઉમેદવાર છે.તેમની સંપત્તિ ગત પાંચ વર્ષમાં ૬૮ ટકા વધી ૧૪૬.૩૧ કરોડ થઇ ગઇ છે.એક રિપોર્ટમાં આ માહિતી આપી છે.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર) અને મેધાલય ઇલેકશન વોચના એક રિપોર્ટ અનુસાર મેધાયલયમાં ૨૭ ફેબ્રુઆરીએ યોજાનાર વિધાનસભા ચુંટણીમાં એકવાર ફરી મેરાંગ બેઠકથી મેદાનમાં ઉતરેલ યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી(યુડીપી)ના પ્રમુખ લિંગદોહે વર્ષ ૨૦૧૮ની વિધાનસભા ચુંટણીમાં પોતાની સંપત્તિ ૮૭.૨૬ કરોડ રૂપિયા જાહેર કરી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત પાંચ વર્ષમાં ૬૦ સભ્યોવાળી મેધાલય વિધાનસભા માટે ૬૮ સભ્ય ચુંટાઇ આવ્યા છે.૨૦૧૮ની ચુંટણીમાં ૬૦ ઉમેદવારો જીત્યા હતાં જયારે ત્યારબાદ થયેલ પેટાચુંટણીઓમાં આઠ ઉમેદવારોને જીત મળી હતી એડીઆર અને મેધાલય ઇલેકશન વોચે તે ૬૧ ઉમેદવારોનું સંપત્તિનો અભ્યાસ કર્યો હતો જે આ ચુંટણીમાં પણ કિસ્મત અજમાવી રહ્યાં છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ફરી ચુંટણી લડી રહેલ આ ૬૧ ધારાસભ્યોની સંપત્તિમાં સરેરાશ ૭૭ ટકાનો વધારો થયો છે.
મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાની સંપત્તિમાં ૧૬૪ ટકા વધારો થયો ૨૦૧૮માં તેમની સંપત્મતિ ૫.૩૩ કરોડ હતી જે વધી ૧૪.૦૬ કરોડ રૂપિયા થઇ ગઇ.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શહેરી મામલાના મંત્રી સ્નિઆવભલંગ ધરની સંપત્તિમાં ગત પાંચ વર્ષમાં સૌથી વધુ ૬૦૭ ટકાનો વધારો થયો છે.નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) ઉમેદવારના રૂપમાં નતયાંગ બેઠકથી એકવાર ફરી ચુંટણી લડી રહેલ ઘરે ૨૦૧૮માં ૬ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેરાત કરી હતી જે વધી ૪૫ કરોડ રૂપિયા થઇ ગઇ.
દાદેંગે નિર્વાચન ક્ષેત્રથી ચુંટણી લડી રહેલ વિજળી મંત્રી જેમ્સ પી કે સંગમાની સંપત્તિ ૨૦૧૮માં સાત કરોડ હતી જે ૫૬૮ ટકા વધી ૨૦૨૩માં ૫૩ કરોડ રૂપિયા થઇ ગઇ.વિરોધ પક્ષના નેતા મુકુલ સંગમા અને તેમની પત્ની ડીડી શિરાની સંપત્તિ ૨૦૧૮માં ૧૩.૫૯ કરોડ રૂપિયા હતાં જે ૧૦૮ ટકા વધી ૨૦૨૩માં ૨૮.૨૧ કરોડ રૂપિયા થઇ ગઇ.એડીઆર અને મેધાલય ઇલેકશન વોચે જે ૬૧ ઉમેદવારોની સંપત્તિનું વિવરણ આપ્યું છે તેમાં એનપીપીના ૨૮,યુડીપીના ૧૨,ટીએમસીના ૧૦,ભાજપના સાત અને કોંગ્રેસ અને વીપીપીનો એક ધારાસભ્ય છે.