શિલોગ,
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કોનરાડના સંગમાના નેતૃત્વવાળી નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી,યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (યુડીપી) અને તૃણમૂલ કોંગ્રેસ પર ચુચંટણી રાજય મેધાલયમાં ભાજપની કઠપુતલી હોવાનો આરોપ લગાવ્યો છે.
રમેશે દાવો કર્યો છે કે મેધાલયની ચુંટણી કોંગ્રેસ માટે એતિહાસિક ચુંટણી હશે તેમણે કહ્યું કે તેમના ૬૦ ઉમેદવારોમાંથી ૪૭ની ઉમર ૪૫ વર્ષથી ઓછી છે અને રાજયમાં આવું પહેલા કયારેય થયું નહી તેમણે કહ્યું કે આ રીતના નિર્ણય યુવાનોને આગળ લાવવામાં મદદ કરે છે.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે મેધાલયનો અર્થ વાદળોનું ઘર છે પરંતુ આ વાદળ વરસાદવાળા નહીં પરંતુ ભ્રષ્ટ્રાચાર,બેરોજગારી અને વિજળી કાપના છે.પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટ્રાચાર અને બેરોજગારીના વાદળ અને મેધાલયનની ઓળખના વિશાની વિરૂધ ભાજપ એનપીપી યુડીપી ટીએમસીના અપવિત્ર ગઠબંધનના વાદળની વિરૂધ લડી રહી છે જે દાવો કરી રહ્યાં છે કે તે સ્વતંત્ર રીતે ચુંટણી લડી રહ્યાં છે પરંતુ તે વિવિધ રાજયોમાં ભાજપની કઠપુતલી છે.