મેગા સિટી અમદાવાદમાં હવે સંતાનોને ભણાવવુ વધુ મોંઘુ બનશે. કારણ કે, અમદાવાદનું ભણતર વધુ મોંઘુ બન્યું છે. અમદાવાદની ખાનગી શાળાઓમાં ફી વધારાને મંજૂરી આપવામા આવી છે. ત્યારે આ મંજૂરીથી એફઆરસી દ્વારા ૩ હજાર થી ૧૨ હજારનો ફી વધારો મંજુર કરાયો છે.
ગુજરાતમાં થોડા સમય પહેલા અમદાવાદ સહિતના ચારેય ઝોનની નવી ફી કમિટીઓની રચના કરી છે. આપને જણાવી દઈએ કે નવા શક્ષિક સત્રની શરૂઆત બાદ પણ અમદાવાદની લગભગ ૧૫૦થી વધુ શાળામાં નવા ફ્રી નક્કી કરવાની બાકી હતી. ત્યારે અમદાવાદ ઝોનની કમિટી દ્વારા શહેરની બાકી રહેલી ૧૫૦થી વધુ સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામા આવી છે. જેમાં દરખાસ્ત કરનારી સ્કૂલોની ફીમાં ૫થી ૭ ટકાનો વધારો કરવામા આવ્યો છે.
અમદાવાદની કેટલીક સ્કૂલોની ફી ૫થી ૭ ટકા અને કેટલીક સ્કૂલોની ફી ૧૦ ટકા સુધી વધી છે. એકંદરે ૩ હજારથી લઈને ૧૨ હજાર રૂપિયા સુધીનો ફી વધારો થયો છે. આમ, અમદાવાદમાં શિક્ષણ મોંઘું બન્યું છે. ફીમાં વધારો થતા વાલીઓનું બજેટ આ મોંઘવારીમાં ભાંગી જશે.
કઈ શાળામાં કેટલો ફી વધારો કરાયો
એપોલો ઈન્ટરનેશનલ સ્કૂલની ફી ૯૯ હજાર રૂપિયા હતી. જે હવે ૧.૦૪ લાખ રૂપિયા થઈ છે.
ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલની ફી ૯૧ હજાર રૂપિયા હતી તે ૯૫ હજાર રૂપિયા થઈ છે
આનંદનિકેતન સ્કૂલની ફી ૮૩ હજાર રૂપિયા હતી જે વધીને ૯૧ હજાર રૂપિયા થઈ છે
ડીપીએસ બોપલ સ્કૂલની ફી ૮૦ હજાર રૂપિયા હતી જે વધીને ૮૪ હજાર રૂપિયા થઈ છે
એસ.એચ.ખારાવા સ્કૂલની ફી ૩૨ હજાર રૂપિયા હતી જે ૩૫ હજાર રૂપિયા થઈ છે.
શિવ આશિષ સ્કૂલની ફી ૫૭,૫૦૦ રૂપિયા હતી. જે વધીને ૬૧ હજાર રૂપિયા થઈ છે.
કે.એન પટેલ સ્કૂલની ફી ૭૭ હજારથી વધીને ૮૧ હજાર રૂપિયા થઈ
સંત કબીર સ્કૂલની ફી ૯૫,૪૦૦થી વધીને ૯૭,૯૦૦ રૂપિયા થઈ છે.
એચ.બી.કાપડીયા સ્કૂલની ફી ૫૭ હજાર રૂપિયા હતી તે વધીને ૬૦ હજાર રૂપિયા કરાઈ.