મેગાસ્ટાર રજનીકાંતની મચ અવેટેડ એક્શન ફિલ્મ જેલરનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફરી એકવાર રજનીકાંત રજની ધ જેલરથી સિલ્વર સ્ક્રીન પર ડેશિંગ સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે. થલાઈવા એટલે કે રજનીકાંત જેલરના ટ્રેલરમાં, તે ક્યારેક ચંપલને પોલિશ કરતા જોવા મળે છે તો ક્યારેક શાકભાજીની થેલી લઈને. પરંતુ પછી રજનીકાંતનું એવું ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે, જે લોકોના દિમાગના પૂર્જા હચમચાવી નાખશે.
લાંબા સમય બાદ રજનીકાંતને સ્ક્રીન પર એક્શન અવતારમાં જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા જેલરના ટ્રેલરમાં રજનીકાંત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી રહ્યા છે જે ગેંગસ્ટરોનો મુકાબલો કરતા અને લડતા જોવા મળે છે.
જેલર ફિલ્મમાં ખતરનાક ગેંગસ્ટરોની ગેંગ બતાવવામાં આવી છે. જે પોતાના લીડરને જેલમાંથી મુક્ત કરવા માંગે છે. પરંતુ ગુંડાઓની ટોળકી સામે સૌથી મોટો અવરોધ મુથુવેલ એટલે કે રજનીકાંત છે. ફિલ્મમાં રજનીકાંત એક ઈમાનદાર જેલરના રોલમાં છે, જેમાં ગેંગસ્ટરનો લીડર જેલમાં બંધ છે. હવે એક બાજુ પોલીસ અધિકારી અને બીજી બાજુ ગુંડાઓની ટોળકી..
બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ જેલરમાં વિલન અવતારમાં જોવા મળ્યો છે. કપાળ પર ટીકો, અવાજમાં ભારીપન જેકીનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. જેલરમાં રામ્યા કૃષ્ણન રજનીકાંતની પત્નીનો રોલ કરી રહી છે. આ સાથે આ ફિલ્મમાં તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર, સુનીલ અને યોગી બાબુ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, રજનીકાંતની એક્શન ફિલ્મ જેલર 10 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.