મીરાબાઈ ચાનુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો, સિલ્વર મેડલ જીત્યો

મુંબઇ,

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ વેઈટલિટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચી દીધો છે. મીરાબાઈએ વેઈટલિટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કુલ ૨૦૦ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ મેળવ્યો છે. આ વેઈટલિટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનની વેઈટલિટર જિયાંગ હુઈહુઆએ ૨૦૬ કિલો વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો. આ ઉપરાંત અન્ય એક ચાઈનીઝ વેઈટલિટર હોઉ ઝિહુઈએ ૧૯૮ કિલો વજન ઉપાડીને પોડિયમમાં સ્થાન મેળવ્યું હતું. ઝિહુઈ ૪૯ કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક ચેમ્પિયન છે. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ૪૯ કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કોલંબિયાના બોગોટામાં યોજાયેલી વેઈટલિટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાની સફર સરળ નહોતી. તેણી ઈજા સાથે સંઘર્ષ કરી રહી હતી અને તેણીએ ક્લીન એન્ડ જર્કમાં ૧૧૩ કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ મેળવ્યો છે. જો કે, સ્નેચના પ્રયાસ દરમિયાન તેણીએ એક શાનદાર બચાવ કર્યો હતો જ્યાં વજન ઉપાડતી વખતે તેનું સંતુલન ગુમાવી દીધું હતું પરંતુ આવી સ્થિતિમાં તેણે પોતાના ઘૂંટણ અને નીચેના શરીરનો સહારો લઈને પોતાના શરીર પર નિયંત્રણ રાખી દીધું હતું. મીરાબાઈએ સ્નેચમાં ૮૭ કિલો વજન ઉપાડ્યું. આ રીતે તેણે કુલ ૨૦૦ કિલોનો વજન ઉઠાવ્યો હતો.

ભારતીય વેઈટલિટર મીરાબાઈ ચાનુએ વેઈટલિટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક ચેમ્પિયન હોઉ ઝિહુઈને હરાવીને સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઝિહુઈ ક્લીન એન્ડ જર્કમાં ૧૦૯ કિલો વજન જ ઉપાડી શકી અને સ્નેચમાં તેણે ૮૯ કિલો વજન ઉચક્યું હતું. ભારતીય વેઈટલિટર ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં ૧૧૩ કિગ્રા અને સ્નેચમાં ૮૭ કિગ્રા વજન ઉપાડવામાં સફળ રહી હતી. ઝિહુઈ ત્રીજા ક્રમે રહીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો. મીરાબાઈએ સિલ્વર મેડલ કન્ફર્મ કર્યો હતો. આ પ્રતિયોગિતામાં ચીનની જિયાંગ હુઇહુઆએ ક્લીન એન્ડ જર્કમાં ૧૧૩ કિગ્રા અને સ્નેચમાં ૯૩ કિગ્રા વજન ઉચક્યું હતું. આ રીતે તેણે કુલ ૨૦૬ કિલો વજન ઉઠાવીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.