મેડિકલ ઈમરજન્સીમાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ની સુવિધા દર્દી માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે

  • એક વર્ષમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઈમરજન્સી સેવાને 62968 કોલ મળ્યા, સૌથી વધુ કેસ 34987 હજાર પ્રસુતિના કેસ.

દાહોદ,સરકાર આરોગ્ય ક્ષેત્રે એક વાદ એક નવી સુવિધા વધારી રહી છે. જેમાં ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઈમરજન્સી સેવા જીવનદાન બની છે. જેમાં ચાલુ વર્ષે 2023 માં દાહોદ જીલ્લામાંથી કુલ 62968 આકસ્મિક ઘટનાના કોલ મળ્યા હતા. આ તમામ ઘટનાઓમાં 108 ને સૌથી વધુ 34987 જેટલા કોલ ગર્ભાવસ્થા સંબંધિત અને 4872 માર્ગ અકસ્માતની ઘટનાઓ કોલ મળ્યા હતા.

અકસ્માત, શારીરિક ઈજા, હાર્ટ અટેક સહિતની કોઈપણ મેડિકલ ઈમરજન્સીમાં 108 ની સેવા દર્દી માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. અકસ્માતના કિસ્સામાં છેલ્લા શ્વાસ લેતા દર્દીને છેલ્લી ઘડીની સારવાર આપીને કે સમયસર હોસ્પિટલ પહોંચાડીને જીવન બચાવ્યા હોય તેવા પણ અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે દાહોદ જીલ્લામાં માર્ગ અકસ્માત, ગર્ભવતી મહિલાની સમસ્યાઓ અને અન્ય આકસ્મિક ઘટનાઓમાં 108 સેવાના કારણે લોકોનો જીવ બચાવી શકાયા હતા. વર્ષ દરમિયાન ઉતરાયણ, દિવાલી, ધુલેટી જેવા તહેવારો અને સામાન્ય દિવસોમાં આવતી આકસ્મિક ઘટનાઓમાં 24 કલાક ચાલતી 108 સેવાના કારણે બાળકોથી લઈને વૃદ્ધોને સારવાર મળી છે.