ધોરણ ૧૨ સાયન્સ પછી મેડિકલ, ડેન્ટલ, હોમિયોપથી, આયુર્વેદ સહિતના કોર્સીસના પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. પ્રથમ વખત ૬૬ વિદ્યાર્થીઓએ એક્સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જેમાં ગુજરાતના ૪ વિદ્યાર્થીઓએ બાજી મારી છે. કુલ ૬ વિદ્યાર્થીઓએ ટોપ ૧૦૦માં સ્થાન મેળવ્યું છે.
નીટ યુજીમાં આ વર્ષે સમગ્ર દેશમાં ૧.૭૦ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વખતે પેપર એકંદરે મયમ રહેતાં કટ ઓફ ઊંચુ ગયું હતું. ત્યારે ગુજરાતમાં ૮૬૪૨૪ વિદ્યાર્થીઓમાંથી ૫૭૧૯૭ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાતી ભાષામાં ૫૮૮૩૬ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગયા વર્ષે ૫૩૦૨૭ વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
ગુજરાતમાં ૪ વિદ્યાર્થીઓમાં અમદાવાદના વેદ પટેલ અને રીષભ શાહ, રાજકોટના દર્શ પાડાઘર, ક્રિતિ શર્માનો સમાવેશ થાય છે. હાર્વી પટેલે ૮૧મો ક્રમાંક અને ભૂમિકા શેખાવતે ૯૨મો ક્રમાંક મેળવ્યો છે.