મીડિયા નોડલ સહાયક માહિતી નિયામકની અધ્યક્ષતામાં આગામી લોકસભા સામાન્ય ચુંટણી 2024 અંગે બેઠક યોજાઈ

  • મીડિયા મોનિટરીંગ માટે મિડીયા તથા સોશિયલ મિડીયા નોડલ શૈલેષકુમાર બલદાણીયાની અધ્યક્ષતામાં મિટીંગ યોજાઈ.

મહિસાગર,આગામી લોકસભા સામાન્ય ચુંટણી 2024 ના ઉપલક્ષમાં સહાયક માહિતી નિયામક, મિડીયા અને સોશિયલ મીડિયા નોડેલ શૈલેષકુમાર બલદાણીયાની અધ્યક્ષતામાંEMMC (Electronic Media Monitoring Center) ની કામગીરી અંગે કલેક્ટર કચેરી, મહિસાગર ખાતે મીટીંગ યોજાઈ જેમાં કમિટીના તમામ સભ્યો હાજર રહ્યા.

ઉપરોક્ત મિટીંગમાં આગામી લોકસભા સામાન્ય ચુંટણી 2024 ની ઘોષણા બાદ આ કમિટીએ શું શું કામગીરી કરવાની છે તથા કોઈ પણ રાજકીય પક્ષ કે રાજકીય માણસ દ્વારા આગામી ચુંટણીમાં જાહેરખબર કે પેઈડ ન્યુઝ થકી ગેરરીતિ ન આચરવામાં આવે તે બાબતે શું શું ધ્યાનમાં રાખવં તે અંગે કમિટીના તમામ કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.