’મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા’, જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી

દ્વારકા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. તેમણે આજે (રવિવાર) સવારે બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યાંથી વડાપ્રધાન દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી દ્વારકામાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં તેમનું સોનાનો મુગટ પહેરાવીને સ્વાગત કરાયું હતું.

જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ’વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકા જીના દર્શન કર્યા. પુરાતત્વના જાણકારોએ દરિયામાં સમાયેલી આ દ્વારકા અંગે ઘણું બધુ લખ્યું છે. કહેવામાં આવે છે કે, ભગવાન વિશ્વકર્માએ ખુદ આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું. આજે મારું મન ખુબ ગદગદ છે. હું ભાવવિભોર છું. દાયકાઓ સુધી જે સપનું જોયું હોય અને આજે તે પવિત્ર ભૂમિને સ્પર્ષ કરીને પૂર્ણ થશે. તમે કલ્પના કરી શકો છો કે, મારી અંદર કેટલો આનંદ હશે.’પીએમ મોદીએ કહ્યું, ’હું ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં બિરાજમાન છે. અહીં જે પણ થાય છે તે દ્વારકાધીશની મરજીથી જ થાય છે. મેં દરિયામાં ઊંડે સુધી જઈને પ્રાચીન દ્વારકાજીને જોયા. પુરાતત્ત્વવિદોએ સમુદ્રમાં તે દ્વારકા વિશે ઘણું લખ્યું છે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ પોતે આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું. આજે મારું હૃદય અહોભાવથી ભરાઈ ગયું છે. હું અભિભૂત થઈ ગયો છું. દાયકાઓથી જે સપનું સેવવામાં આવ્યું છે અને આજે તે પવિત્ર ભૂમિને સ્પર્શ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે.

લોકકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા નગરીની સ્થાપના કરવા માટે સમુદ્રમાંથી એક સ્થળ માંગ્યું હતું. ભગવાનની આ વિનંતી દરિયા દેવ ન અવગણી શક્યાં અને તેમની ઈચ્છાનુસાર એક સ્થળ સોંપી દીધું. આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રમાંથી નીકળેલા સ્થાન પર દ્વારકા શહેરનું નિર્માણ કર્યું. કહેવાય છે કે આખી નગરી સોનાની બનેલી હતી.

મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે પરિવારના સભ્યો સંપત્તિ માટે અંદરોઅંદર લડી રહ્યાં છે અને તેમનામાં નફરત પણ વધી રહી છે ઘણું સમજાવવા છતાં પણ સફળ ન થતાં કન્હૈયા ખુબ દુખી દુખી રહેવા લાગ્યાં આ પછી ભગવાન શ્રીકૃષ્ણ ખબર પડી હતી કે પોતે હવે સદેહે રજા લઈ જોઈએ અને વૈકુઠવાસમાં પાછા જવું જોઈએ. આ શુભ ઘડી પણ એક દિવસ આવી.

એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ પાસે ભાલકાની નદી કિનારે બેસીને વાંસળી વગાડી રહ્યા હતા ત્યારે એક પારધીએ હરણ સમજીને તેમને તીર માર્યું હતું જે તેમના પગે વાગ્યું હતું. તીર ઝેરવાળું હોવાથી ભગવાનના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું અને તેમને ખબર પડી કે તેમનો અંતકાળ હવે નજીકમાં છે. જોકે ભગવાને પોતે જ આ સ્થિતિ નિર્મિત કરી હોવાનું પણ કહેવાય છે. પોતાનો અંત નજીક જાણીને ભગવાને દરિયા દેવને તેમની જગ્યા પરત લેવા વિનંતી કરી. આના થોડા સમય બાદ તેમનું અવસાન થયું. જ્યારે ભગવાન હરિ તેમના માનવ અવતાર પૂર્ણ કર્યા પછી ક્ષીર સાગરમાં પાછા ફર્યા, ત્યારે સમુદ્ર દેવે વિસ્તાર કર્યો અને સમગ્ર દ્વારકા શહેરને પોતાના આલિંગનમાં લીધું (ગુજરાતની દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ). આ સાથે સોનાથી બનેલી દ્વારકા નગરી કાયમ માટે દરિયામાં ડૂબી ગઈ હતી.આજે મને સુદર્શન સેતુના લોકાર્પણનું પણ સૌભાગ્ય મળ્યું છે. ૬ વર્ષ પહેલા મને આ સેતુના શિલાન્યાસનો અવસર મળ્યો હતો. આ સેતુ ઓખાી બેટ દ્વારકાને જોડશે અને દ્વારકાધીશના દર્શનને સરળ બનાવશે. જેનું સપનું જોયું, તેની આધારશિલા રાખી.. તેને પૂર્ણ કર્યું. આ જ ઈશ્વરરૂપી જનતા-જનાર્દનના સેવક મોદીની ગેરેન્ટી છે.’

નોંધનીય છે કે, વડાપ્રધાન દ્વારા ગુજરાતને અંદાજે રૂ. ૩૫,૭૦૦ કરોડની રકમના પ્રકલ્પોની ભેટ મળશે. વડાપ્રધાનના હસ્તે જે લોકાર્પણ-ખાતમુહૂર્ત થવાના છે, તેમાં નેશનલ હાઈવેના રૂ. ૩૮૦૦ કરોડથી વધુની રકમના વિવિધ પ્રોજેક્ટસ, રેલવે વિભાગના રૂ. ૨૧૦૦ કરોડથી વધુ રકમના પ્રકલ્પ, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૧૫૫૦ કરોડથી વધુ પ્રોજેક્ટસ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના રૂ. ૫૫૦ કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ હેઠળના રૂ. ૨૦૦ કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો પાણી પુરવઠા વિભાગ હેઠળના રૂ. ૨૫૦ કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, પ્રવાસન વિભાગના રૂ. ૬૦ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.