લંડન,
બ્રિટેનના પ્રિંસ હૈરીએ દાવો કર્યો છે કે તેમણે અફગાનિસ્તાનમાં તાલિબાનની વિરૂધ જારી જંગ દરમિયાન ૨૫ લડાયકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં તેમણે કહ્યું કે અફગાનિસ્તાનમાં પોતાની બીજી તહેનાતી દરમિયાન અપાચે હેલીકોપ્ટરના પાયલોટ તરીકે તેમણે તાલિબાનના લડાયકોને મોતને ઘાટ ઉતારી દીધા ડયુક ઓફ સસેકસ પ્રિંસ હૈરીએ પોતાની આત્મકથા સ્પેયરમાં આ દાવો કર્યો છે ત્યારબાદ હલચલ મચી ગઇ છે.તેની આ આત્મકક્ષા આગામી અઠવાડીયે છપાનાર હતી પરંતુ પહેલા જ લીક થઇ ગઇ.
પ્રિંસ હૈરીએ કહ્યુું કે તે કુલ મળી છ મિશંસનો હિસ્સો હતાં અને તેમણે જે કર્યું તેના પર તેમને કોઇ શમદગી કે પ્રસ્તાવો નથી તેમણે પોતાની આત્મકથામાં લખ્યું છે કે જંગ દરમિયાન મેં તાલિબાનના તે ૨૫ લડાયકોને ઇસાન નહીં પરંતુ શતરંજના મોહરાની જેમ સમજયા અને એક એક કરી તેમને ખેલની બહાર કરતા ગયા ૩૮ વર્ષના પ્રિંસ હૈરીએ પહેલીવાર એ વાતનો ખુલાસો કર્યો છે કે તેમણે અફગાનિસ્તાનમાં સૈનિક તરીકે તહેનાતી દરમિયાન તાલિબાનના કેટલા લડાયકોના જીવ લીધા હતાં.
એ યાદ રહે કે પ્રિંસ હૈરીના આ દાવોની ટીકા પણ શરૂ થઇ ગઇ છે.હકીકતમાં સામાન્ય રીતે સૈનિક આ રીતની વાતો કરતા નથી કે તેમણે જંગમાં કેટલા લોકોને માર્યા છે.બીજી બાજુ આ ખુદ પ્રિંસ હૈરીની સુરક્ષા માટે પણ ખતરનાક સાબિત થઇ શકે છે પ્રિસ હૈરીએ આર્મીમાં ૧૦ વર્ષ સુધી સેવાઓ આપી હતી અને કેપ્ટનની રેંક સુધી પહોંચ્યા હતાં અફગાનિસ્તાનમાં તેમની તહેનાતી બે વાર થઇ હતી હૈરીએ પોતાની આત્મકથાને પોતાની દિવગંત માં પ્રિંસેજ ડાયના,પોતાની પત્ની અને બાળકોને સમર્પિત કરી છે.