મુંબઇ, એક્ટ્રેસ શ્રુતિ હાસન આ દિવસોમાં પોતાની પર્સનલ લાઇફને લઇને ખૂબ ચર્ચામાં છે. મળતી માહિતી અનુસાર એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા છે. આ ખબર ત્યારે સામે આવી જ્યારે બોલિવૂડ સેલિબ્રિટી ઓરીએ સોશિયલ મિડીયા પર એક પોસ્ટ લખી હતી જેમાં એને શ્રુતિના બોયફ્રેન્ડને પતિ જણાવ્યો હતો. ઓરિએ રેડિટ પર આસ્ક મી એનીથિંગ સેશન દરમિયાન શ્રુતિ હાસનને લઇને અનેક નિવેદન આપ્યા હતા. આ સેશન દરમિયાન ખુલાસો કર્યો હતો કે એક કાર્યક્રમ દરમિયાન શ્રુતિ હાસનની સાથે ગેરવર્તન કર્યુ હતુ. બસ આ વાતચીતને કારણે શ્રુતિ હાસન પ્રેમી શાંતનુ હજારિકાને એનો પતિ કહીને સંબોધિત કર્યા જે પછી એક્ટ્રેસે ગુપચુપ લગ્ન કરી લીધા એવી અફવાઓ ઉડવા લાગી.
શ્રુતિ હાસને પોતાના લગ્નની અફવાઓ પર આખરે ચુપ્પી તોડી છે. આ વિશે શ્રુતિ હાસને એક પોસ્ટ શેર કરી છે જેમાં એને લખ્યુ છે કે મે લગ્ન કર્યા નથી, જે લોકો મને જાણતા નથી એ કૃપા કરીને શાંત થઇ જાવો.
શ્રુતિ હાસન પછી એના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકાએ પણ એક પોસ્ટ શેર કરી છે જેમાં લગ્નની વાત પર સફાઇ આપી છે. શાંતનું હજારિકાએ આ પોસ્ટ શેર કરતા લખ્યુ છે કે તમારે શાંત રહેવું પડશે..અમારા લગ્ન થયા નથી. જે લોકો અમને જાણતા નથી એ કૃપા કરીને ખોટી અફવાઓ ફેલાવશો નહીં.
તમને જણાવી દઇએ કે શ્રુતિ હાસનનો બોયફ્રેન્ડ શાંતનું હજારિકા એક ડૂડલ આટસ્ટ છે. જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના અનેક મોટા કલાકાર રતાર, ડિવાઇન, રિત્વિજની સાથે કામ કરી ચુક્યો છે. શ્રુતિ અને શાંતનું એકબીજાને વર્ષ ૨૦૧૮થી જાણે છે અને ત્યારથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં શ્રુતિના લગ્નની ચર્ચાઓ ચારેબાજુ થઇ રહી છે, પરંતુ આ વિશે શ્રુતિએ ચુપ્પી તોડી છે અને કોઇ ઓફિશિયલ જાણકારી આપી નથી. રિપોર્ટ્સ અનુસાર શ્રુતિ હાસને હાલમાં બોલિવૂડની કેટલીક ફિલ્મો સાઇન કરી છે ત્યારે આ અફવાથી એને નુક્સાન થઇ શકે છે.