મુંબઇ,સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ’શાકુંતલમ’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે. હાલ સામંથા પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં તેણે નાગા ચૈતન્ય સાથેના પોતાના સંબંધોમાં આવેલા વળાંક અને તેમના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી.
સામંથાએ વાત કરતા જણાવ્યું કે, તેને તેના અને ચૈતન્યના અલગ થવા દરમિયાન તેનું હિટ આઈટમ સોંગ ઉ અન્ટાવા’ મળ્યું હતું. આ કારણે તેના બધા મિત્રો અને પરિવાર તેને આ ગીત કરવાથી રોકી રહ્યા હતા.
જ્યારે સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યએ તેમના અલગ થવાના સમાચાર તેમના ફેન્સ સાથે શેર કર્યા ત્યારે તેમના ફેન્સ માટે આ એક મોટો આઘાત હતો. જો કે બંનેએ છૂટાછેડા લીધા છે અને ત્યારબાદ બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. હાલમાં જ સામંથાએ પોતાના લગ્ન, છૂટાછેડા અને કરિયર વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે તેને નાગા ચૈતન્ય સાથે અલગ થવાનો કોઈ અફસોસ નથી.
સમંથા રૂથ પ્રભુએ તાજેતરમાં મિસ માલિની સાથે વાતચીત કરી હતી. તેણે નાગા ચૈતન્ય સાથેના પોતાના તૂટેલા લગ્ન વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે મેં લગ્નને બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેણે પોતાના લગ્નમાં ૧૦૦% આપ્યું છે. જો કે તેમ છતાં લગ્ન ચાલી શક્યા નહીં, પરંતુ હું તેના માટે હું ખુદને મારી નાંખવાની ન હતી. મેં જે કર્યું ન હતું તેના માટે મેં ગિલ્ટી ફીલ કર્યું છે.
અભિનેત્રીએ કહ્યું કે, જ્યારે હું નાગા ચૈતન્યથી અલગ થઈ રહી હતી, ત્યારે મને ’ઉં અંટવા’ સોન્ગની ઓફર કરવામાં આવી હતી. આ એક આઈટમ સોંગ હતું, જેના માટે મારો પરિવાર અને મિત્રો મને કરવા માટે ના પાડી રહ્યા હતા. મને આશ્ર્ચર્ય થયું કે જેમણે મને સતત સપોર્ટ કર્યો અને મને પ્રોત્સાહન આપ્યું, તેઓ જ મને એવું ન કરવાનું કહેતા હતા… મેં કહ્યું કે હું કરીશ. હું છુપાઈને ઘરમાં બેસી રહેવા માંગતી નથી, આવું કહી મેં ઓફર સ્વિકારી લીધી.
સામંથાએ વધુમાં કહ્યું કે, તેણે આ લગ્નમાં પોતાનું બેસ્ટ આપ્યું. મારે ખુદને છુપાવવાની જરૂર જ શા માટે છે? મેં કોઈ ખોટું કામ કર્યું નથી. હું રાહ ન હતી જોઈ શક્તી કે લોકો મને ટ્રોલ કરે, મને ગાળો આપે પોતાની નફરત દર્શાવી લે અને પછી હું કામ કરવાનું શરૂ કરું.
જણાવી દઈએ કે સામંથાએ સુપરસ્ટાર અક્કીનેની નાગાર્જુનના પુત્ર અને અભિનેતા નાગા ચૈતન્ય સાથે ૬ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ લગ્ન કર્યા હતા અને લગભગ ૪ વર્ષ બાદ ૨ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ તેમણે અલગ થવાની જાહેરાત કરી હતી.