ભોપાલ, ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. દેશવાસીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આખો દેશ ૨૨ જાન્યુઆરીએ દિવાળી ઉજવશે. દરમિયાન, મધ્યપ્રદેશ સરકાર પણ વૃદ્ધો માટે તીર્થ દર્શન યોજના ફરી શરૂ કરવા જઈ રહી છે. ફ્લાઈટ દ્વારા પણ રામ લાલાના દર્શન કરવાની યોજના છે.
મળતી માહિતી મુજબ, સરકાર ૧ ફેબ્રુઆરીથી તીર્થ દર્શન યોજના ફરી શરૂ કરવા માટે ચર્ચા કરી રહી છે. જો કે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ યાત્રામાં રામ લલ્લાના દર્શન કરવા માટે વૃદ્ધ શ્રદ્ધાળુઓને ફ્લાઈટમાં લઈ જવાની પણ યોજના છે. જેમાં તમામ જિલ્લામાંથી ૬૦ વર્ષથી વધુ વયના વૃદ્ધોને પસંદ કરીને અયોધ્યા મોકલવામાં આવશે. આ સિવાય કેન્દ્ર સરકાર રામલલાના દર્શન માટે ૧૯ ટ્રેનો પણ આપી રહી છે, જે દેશના અલગ-અલગ ખૂણેથી લોકોને અયોધ્યા લઈ જશે.