નવીદિલ્હી, ભાજપે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યમાં તેના ઉમેદવારોની વધુ એક યાદી બહાર પાડી છે. જ્યારે અનેકની ટિકિટ કેન્સલ થઈ અને એવા અનેક નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા કે તેમને લઈને નિષ્ણાતો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. હવે પાર્ટી દ્વારા ટિકિટોની વહેંચણી તો કરી દેવામાં આવી પરંતુ પાર્ટીમાં જ તેને લઈને બળવો શરૂ થઈ ગયો છે.
આ વખતે ભાજપે મધ્યપ્રદેશ ના જબલપુર ઉત્તર મધ્ય વિધાનસભા મતવિસ્તારથી અભિલાષ પાંડેને ટિકિટ આપી છે. પરંતુ તે પગલું પાર્ટી માટે બેકફાયર સાબિત થયું છે, તમામ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતાં મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો. આ મામલે હોબાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં પાર્ટી કાર્યર્ક્તાઓ સતત પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
ભાજપના મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને શનિવારે જબલપુરમાં પાર્ટીના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર થયા બાદ પાર્ટી કાર્યકરોના જૂથના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રીય ભાજપ નેતૃત્વ દ્વારા ૧૭ નવેમ્બરની ચૂંટણી માટે પાર્ટીના ૯૨ ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી તરત જ, પાર્ટીના કાર્યકરોનું એક જૂથ અચાનક જબલપુરમાં પાર્ટી કાર્યાલયમાં ઘૂસી ગયું અને તેમના ઉમેદવારને જબલપુરથી ટિકિટ ન આપવા પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અહીં એ સમજવું જરૂરી છે કે ભાજપના કાર્યકરો જબલપુર ઉત્તર મધ્ય વિધાનસભા મતવિસ્તારમાંથી ધીરજ પત્રિયા માટે ટિકિટ ઇચ્છતા હતા. તેમણે કહ્યું કે અભિલાષ પાંડે પણ આ વિસ્તારમાંથી આવતા નથી, જ્યારે ધીરજ પટેરિયા ત્યાં ઘણા સમયથી કામ કરી રહ્યા હતા. હાલમાં, ભાજપના નેતાઓ નારાજ કાર્યકરોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જમીન પરની સ્થિતિ પાર્ટી માટે ચિંતા પેદા કરી રહી છે.
રાજસ્થાનમાં પણ સ્થિતિ સારી નથી. ટિકિટની વહેંચણી બાદ ભાજપની છાવણીએ ત્યાં પણ હોબાળોનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે ભાજપે ચિત્તોડગઢથી ચંદ્રભાન આક્યાની ટિકિટ રદ્દ કરી છે. તેમના સ્થાને નરપતસિંહ રાજવીને તક આપવામાં આવી છે. આ ફેરબદલથી આક્યાના સમર્થકો ખૂબ નારાજ થયા હતા અને તેમના તરફથી પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીના પોસ્ટરો સળગાવી દેવામાં આવ્યા હતા. હાલ તો એવું માનવામાં આવે છે કે આક્યા હવે અપક્ષ તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યા છે.