મધ્યપ્રદેશના નાગરાના અને જર્મનીમાં સ્થાયી થયેલ આકાશ નાયર જર્મનીમાં યોગ પ્રશિક્ષણ આપી રહ્યા છે

દાહોદ,મધ્ય પ્રદેશના નાગદાના રહેવાસી અને હાલ જર્મનીમાં સ્થાયી થયેલા આકાશ નાયર જર્મનીમાં યોગ,સાધના, ધ્યાન ધરવાનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. જેના ફળ સ્વરૂપ દર વર્ષે શાંતિ માટે ઝંખતા 1000 કરતા વધુ જર્મની ઓ છ મહિના માટે ભારત માં વધુ જાણકારી મેળવવા આવી રહ્યા છે.વિશ્ર્વ માં શાંતિ,ભાઈચારો,માનવતા અને પ્રકૃતિ ને બચાવવાં જર્મની થી પોતાની અદ્યતન મોટરસાઇકલ પર ચેક રિપબ્લિક,ઑસ્ટ્રિયા,સ્લોવેનિયા, ક્રોએશિયા,બોસ્નિયા, મોનટેનેગ્રો,નોર્થ મેસેડોનિયા, અલ્બાનીયા,ગ્રીસ, ટર્કી, ઈરાન, યુ.એ.ઈ, પાકિસ્તાન થી ભારત- દાહોદ પોતાના સગા ને ત્યાં આવી પહોંચતા રોટરી કલબ ઓફ ડાયમંડ દાહોદ નાં પ્રમુખ હીરાલાલ સોલંકી,સેક્રેટરી રતનસિંહ બામણિયા ,ક્લબ નાં સદસ્યો વાસુભાઈ મંગલાણી, જીતેન ઠાકુર,મુકેશ સીંઘ, નિતિન શર્મા,પ્રદીપ રાઠોડ સર્વે એ માળા, શાલ,સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા.

આકાશ નાયર અદ્યતન મોટસાયકલ પર વિશ્વ નાં જુદા જુદા દેશો માં ભ્રમણ કરી યોગ,સાધના દ્વારા પોતાને ઓળખવાની,ભાઈચારો,માનવતા અને પ્રકૃતિ ને બચાવવાનાં સંદેશો સૌને પહોંચાડી રહ્યા છે.પોતાને અલગ અલગ દેશો માં થયેલા અનુભવો માં યું.એસ.એ (ડાર્ક કેન્યો)માં રોડ કુદરત દ્વારા નિર્મિત ગુફા માથી પસાર થાય છે,જ્યાં અંતરે-અંતરે ઑક્સિજન મળે તેવી કુદરત ની કરામત હોવાનું જણાવ્યું હતું.ઈરાન નો અનુભવ સૌથી અલગ રહ્યો હતો. જયાં-જયાં મોટર સાયકલ માં પેટ્રોલ ભરાવ્યું હતું ત્યાં-ત્યાં કોઈ એ પૈસા લીધા નહોતા અને કહ્યું હતું .” આપ તો હમારે મહેમાન હો,કૈસે પૈસે લે સકતે હે.” ઈરાન માં એક્સિડન્ટ થયું,જેમાં પોતાને વાગ્યું અને મોટરસાયકલ માં તુટ-ફૂટ થઈ હતી.

આ સમયે બે છોકરાઓ આવ્યા પોતાને બચાવ્યો અને મોટર સાયકલ રિપેર કરી આપી હતી. કરેલા ખર્ચ અંગે પૂછતાં તેઓ એ કહ્યું હતું કે આપની સુખદ યાત્રા માટે શુભેરછાઓ અને ઘરે સલામત પહોંચી ગયાનું જણાવશો. ઈરાન માં યુદ્ધ વખતે સાયરન વાગી ત્યારે અજાણ્યો વ્યક્તિ આવી ને મને સહીસલામત સ્થળે લઈ ગયો હતો.આવી અલૌકિક અનુભૂતિ થઈ હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાન માં પોતાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયુ હતુ ત્યારે એક મુસ્લિમ રિક્ષાવાળો તેના ઘરે લઈ ગયો હતો.આખી રાત ઊલટીઓ થઈ હતી , જે તેના પરિવારે સાફસૂફ કરી મારી ખુબ સેવા કરી હતી.પારિવારિક પ્રેમ,આત્મીયતા જોઈ હું મારા આંસુ રોકી શક્યો નહોતો. પોતાની મોટર સાયકલ પર ભારત નો ત્રિરંગો લગાવેલો જોઈ ને લોકો એ મને ખુબ આવકાર્યો , જયાં ઉભો રહું ત્યાં લોકટોળા એકત્ર થઈ જતાં જેમાં મને માનવતા અને ભાઈચારા નો અનન્ય અનુભવ થયો હતો.

ભ્રમણ દરમ્યાન પોતાને પ્રાકૃતિક સ્થળો, વિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળ્યા, નાત જાત થી પર રહી હજુ પણ લોકોમાં માનવતા ભરેલી છે,લોકો શાંતિ ઝંખે છે. વિશ્વ માં ભાઈચારો વધુમાં વધુ વધે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

વિશ્વને યોગ, સાધના-ધ્યાન નો ફેલાવો કરી પોતાની જાત ને ઓળખવાનો સંદેશો આપી રહ્યા છે.