ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યમાં હિંદુ મંદિરોને લઈને આપેલું વચન પાળ્યું છે. એપ્રિલ ૨૦૨૩માં તેમણે જાહેરાત કરી હતી કે મંદિરોની ગતિવિધિઓ પર સરકારનું કોઈ નિયંત્રણ રહેશે નહીં.પૂજારીઓ મંદિરની જમીનોની હરાજી કરી શકશે, કલેક્ટર નહીં. આ સાથે તેમણે ખાનગી મંદિરોના પૂજારીઓને સન્માનજનક માનદ વેતન આપવાની વાત પણ કરી હતી. લગભગ એક મહિના પછી, તેમની સરકારે આ નિર્ણયોને મંજૂરી આપી છે.
મધ્યપ્રદેશની કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે માહિતી આપતા, ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે જણાવ્યું હતું કે, આવા મંદિરો કે જેનું સંચાલન સરકાર દ્વારા જોવામાં આવે છે, ૧૦ એકડ સુધીની કૃષિ વિસ્તારવાળી જમીન પરની આવક પુજારીઓને આપવામાં આવશે. બાકીની જમીનની ખેતી માટે હરાજી કરવામાં આવશે અને તેમાંથી મળનારી રકમ મંદિરના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. મંદિરની જમીનને અતિક્રમણ મુક્ત બનાવવા અભિયાન પણ શરૂ કરવામાં આવશે.
મધ્યપ્રદેશની ભાજપ સરકાર હિંદુ મંદિરો માટે સતત કામ કરી રહી છે. ગત વર્ષે પૂજારીઓને વધારાનું માનદ વેતન આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જે મંદિરો કે પૂજારીઓ પાસે ખેતીલાયક જમીન નથી તેમને માસિક ૫,૦૦૦ રૂપિયાનું ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જે મંદિરો કે પૂજારીઓ પાસે ૫ એકર ખેતીની જમીન છે તેમને પણ દર મહિને ૨.૫ હજાર રૂપિયા મળશે.
આ સિવાય મધ્યપ્રદેશની કેબિનેટે પણ મોટા નિર્ણયો લીધા છે. ‘મુખ્યમંત્રી લાડલી બેહન યોજના’ હેઠળ રાજ્યની મહિલાઓને દર મહિને ૧૦૦૦ રૂપિયા આપવા માટે બજેટની ફાળવણી પણ કરવામાં આવી છે. સીએમ ચૌહાણે જણાવ્યું કે ‘મુખ્યમંત્રી શીખો-કમાણી યોજના’ હેઠળ યુવક-યુવતીઓ કામ શીખશે અને સાથે મળીને દર મહિને ?૮ હજારથી ?૧૦ હજારની કમાણી કરશે. તેમણે બેરોજગારી ભથ્થાને બદલે કૌશલ્ય વિકાસ અને તેના બદલે પૈસા આપવાનો આગ્રહ કર્યો છે.