નવીદિલ્હી,
જેવું મનાઈ રહ્યું હતું કે પ્રિયંકા ચૌધરી બિગ બોસ ૧૬ની વિજેતા બની શકે છે તેનાથી વિપરિત બિગ બોસ ફિનાલેના પરિણામ એકદમ ઉલટ આવ્યા હતા. શૉમાં હંમેશા પાછળ રહેતો અને મંડલીનો ભાગ બનનાર શિવ ઠાકરે અને એમસી સ્ટેન વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી પણ આ મામલે બાજી એમસી સ્ટેન મારી ગયો હતો. તે બિગ બોસ ૧૬નો વિજેતા બની ગયો.
એમસી સ્ટેન મંડલીના સહારે રમીને સુરક્ષિત રીતે આગળ વયો હતો અને હંમેશા દરેક કામને ખૂબ જ અનિચ્છા સાથે કરતો હતો તેમ છતાં તે હવે શૉનો વિજેતા બની ગયો છે. ૨૩ વર્ષીય એમસી સ્ટેનનું અસલ નામ અલ્તાફ શેખ છે. તેને બાળપણથી રેપર બનવાનો શોખ હતો. આ જ કારણ છે કે એમસી સ્ટેને ૧૨ વર્ષની વયથી કવ્વાલી ગાવાનું શરૂ કર્યું હતું.