માઝૂમ ડેમના વિસ્થાપિતોએ જળાશયમાં જળ સમાધિ લેવાની ચિમકી બાદ તંત્ર દોડતુ થયુ

અરવલ્લી જિલ્લાના માઝૂમ ડેમના વિસ્થાપિતોએ ન્યાય માટે જળસમાધી લેવાની ચિમકી આપવાને પગલે સોમવારે પોલીસની દોડધામ વધી ગઈ હતી. વહેલી સવારથી જ પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ દ્વારા મોટો કાફલો માઝૂમ ડેમ વિસ્તારમાં ખડકી દેવાવામાં આવ્યો હતો. મોડાસાના સાયરા પાસે 1982 માં માઝૂમ ડેમનુ નિર્માણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ સ્થાનિક લોકોની ડૂબમાં ગયેલી જમીન સામે પહાડપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સિતપુર ગામની સીમમાં 6 હેક્ટર જમીન વિસ્તાર આપી હતી.

આ દરમિયાન વીસ વર્ષ અગાઉ તંત્ર દ્વારા બે અન્ય લોકોને જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જેને લઈને માઝૂમ ડેમના વિસ્થાપિતોએ પોતાને અન્યાય થયો હોવાનો રોષ ઠાલવ્યો હતો. અસરગ્રસ્તોએ આ માટે અરવલ્લી ક્લેકટરને આ મામલે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ અને રજૂઆત કરવામાં આવી હતી. જોકે આમ છતાં પણ તે રદ નહીં થવાથી રોષ વ્યાપ્યો હતો. વળી જમીન પર કબ્જો મેળવવા માટે મશીનરી કામે લગાડાઈ હતી અને પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવ્યો હતો. જેને લઈ 23 ખેડૂતોના પરિવારો દ્વારા જળ સમાધી લેવા માટેની ચિમકી આપી હતી.