અમદાવાદ, દેશમાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અનેક જગ્યાએ એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવે તો સ્થિતિ એવી છે કે, ઠંડા પ્રદેશો પણ ગરમીમાં શેકાઈ રહ્યાં છે. તો પછી ગુજરાત જેવા સૂકા પ્રદેશનુ શું કહેવું. હવેના દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. ખાસ કરીને પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી આવી છે. સૌરાષ્ટ્રમાં ૩ દિવસ યલો એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ-ગાંધીનગરમાં ૪૧ ડિગ્રી જેટલું તાપમાન પહોંચી જશે.
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. રાજ્યના કેટલાક ભાગોમાં સખત હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરાઈ છે. પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાંઆવી છે. તો સાથે સૌરાષ્ટ્રમાં ૩ દિવસ ગરમીનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા ડિસ્કમ્ફર્ટ એલર્ટ પણ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૧ ડિગ્રી આસપાસ રહે છે.
એપ્રિલ મહિનામાં દેશમાં ગરમીએ તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. દેશના વિભિન્ન ભાગોમાં રવિવાર સૌથી ગરમ દિવસ રહ્યો. ૧૯૨૧ બાદ પહેલીવાર આટલી ભીષણ ગરમી અનુભવાઈ હતી. આકરો તાપ અને લૂથી લોકો પરેશાન થઈ રહ્યાં છે. દેશના હિલ સ્ટેશનમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અનેક ભાગોમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રી સુધી પહોંચ્યો છે. મે મહિનામાં પણ ભીષણ ગરમી પડવાની આગાહી છે.
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી છે. પરંતુ ત્યાર બાદ વાતાવરણમાં ગરમી વધશે. ૨૮, ૨૯ એપ્રિલથી મય ગુજરાતનું તાપમાન ૪૨-૪૩ ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં ૪૧ ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઈડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહેશે. ૨૯ એપ્રિલથી ફરીથી ગુજરાતમાં વરસાદનો દોર આવશે. ૨૯ એપ્રિલથી વાદળવાયુ અને ગુજરાતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રહેવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ૪-૫-૬ મે થી ગુજરાતમાં પુન:ગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોક્સભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ ૧૦ થી ૧૪ મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ ૨૦ મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી ૨૪-૨૫ મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં ૨૪ મેથી ૪ જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.
જોકે, ૭ જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. ૮ થી ૧૪ જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. ૧૭ જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.