માઉન્ટ આબુ ફરવા જતાં પહેલા આ તસવીરો જોઈ લો, ભારે વરસાદથી અનેક વૃક્ષો ધરાશાયી

માઉન્ટમાં આહલાદક વાતાવરણના કારણે ગુજરાતી સાહેલાણીઓનો ઘસારો વધ્યો છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષો ધરાશાયી (trees collapsed) થઈ ગયા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ અને પવનના કારણે વૃક્ષ નીચે 5 જેટલી ગુજરાતીઓની ગાડી દબાઈ જતાં ગાડી માલિકોને પણ ભારે નુકસાન થયું છે.કોરોના મહામારી હળવી થતાં અને વરસાદના કારણે માઉન્ટ આબુનું વાતાવરણ આહલાદક બનતા જે ગુજરાતીઓ ભારે ધસારો વધી રહ્યો છે. જેમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત ભારે વરસાદ અને પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે.

સતત વરસાદ ન અકારને ભેજવાળી જમીન થતા ધરાશયી થયેલા વૃક્ષો નીચે 5 જેટલા ગુજરાતીઓની ગાડી આવી જતાં ભારે નુકસાન થયું છે બે ગાડી માં તો ડ્રાઇવર બેઠા હતા અને વૃક્ષ ધરાશય થઇને ગાડી પર પડ્યા હતા. જોકે સદ્નસીબે કોઇ જાનહાની થઇ હતી.બનાવને પગલે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને રાહત કામગીરી શરૂ કરી હતી. તેમજ વરસાદના કારણે પ્રવાસીઓને જર્જરિત મકાનો, વૃક્ષો કે હિલ સ્ટેશનથી દૂર રહેવા માટે પણ સૂચનાઓ પણ આપી હતી. ઘટના અંગે ગુજરાતી પ્રવાસી અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે વૃક્ષ પડતા મારી ગાડીને નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી. સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ વરસાદે હાહાકાર મચાવ્યો છે.