- લોકશાહીના ત્રણેય સ્તંભોને નષ્ટ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. : કોંગ્રેસના પૂર્વ પ્રમુખ
નવીદિલ્હી,કોંગ્રેસ સંસદીય સમિતિના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદી અને તેમની સરકાર અંગે પોતાનો અભિપ્રાય જણાવ્યો છે. તેમણે કહ્યું કે દેશને ચૂપ કરાવીને દેશની સમસ્યાઓને ઉકેલી નહીં શકાય. પીએમ મોદી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન ધારણ કરે છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર થાય છે, આ બાબતે અમારા જે પણ વાજબી સવાલો છે, તે અંગે પણ તેઓ મૌન છે.
ધ હિંદુમાં લખાયેલા એક આર્ટિકલ માં તેમણે કહ્યું કે ભારતના લોકોને હવે સમજાઈ ગયું છે કે વર્તમાન પરિસ્થિતિમાં પીએમ મોદીના કથન અને કાર્યોમાં મોટો તફાવત છે. જ્યારે તેઓ વિપક્ષો સામે ગુસ્સો નથી ઠાલવતા અથવા આજની મુશ્કેલીઓ માટે જૂના નેતાઓ સામે આરોપો લગાવતા નથી, ત્યારે તેમનાં તમામ નિવેદનોમાંથી મહત્ત્વના મુદ્દાઓ ગુમ થઈ જાય છે.
ભટકાવવાના પ્રયાસ કરે છે. જો કે, તેમની કાર્યવાહી સ્પષ્ટ દર્શાવે છે કે આ સરકારનો અસલી ઈરાદો શું છે.
સોનિયાએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનામાં પીએમ મોદી અને તેમની સરકારે ભારતીય લોકશાહીના ત્રણેય સ્તંભો- ન્યાયતંત્ર, કાર્યપાલિકા અને વિધાનમંડળને ઉખેડી નાખ્યા છે. પીએમનાં પગલાં દર્શાવે છે કે તેઓ લોકશાહી અને લોક્તાંત્રિક જવાબદારીને કેટલી નફરત કરે છે. હાલમાં સંસદની કાર્યવાહી જુઓ. અમે જોયું છે કે કેવી રીતે સરકારે વ્યવસ્થિત રીતે સંસદનું વિસર્જન કર્યું અને વિપક્ષને એવા મુદ્દા ઉઠાવતા અટકાવ્યા જે આ દેશના લોકો માટે અત્યંત મહત્ત્વના હતા. આ મુદ્દાઓમાં બેરોજગારી, મોંઘવારી, સામાજિક વિભાજન, વાર્ષિક બજેટ અને અદાણી કૌભાંડને લગતા સવાલો પર ચર્ચાનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે સરકારની સામે મજબૂત વિપક્ષ છે, જે પોતાના સવાલો પર મક્કમ છે. જેના કારણે નરેન્દ્ર મોદી સરકારે વિપક્ષના અવાજને કચડી નાંખવા માટે આવાં પગલાં લીધાં જે પહેલાં ક્યારેય લેવામાં આવ્યાં ન હતાં. સરકારે વિપક્ષના સાંસદોનાં ભાષણો કાઢી નાખ્યાં, અમને ચર્ચા કરતા અટકાવ્યા, સંસદના સભ્યો પર હુમલો કર્યો અને અંતે ઝડપથી કોંગ્રેસના સાંસદનું સભ્યપદ રદ કરી દીધું. જેના કારણે ૪૫ લાખ કરોડ રૂપિયાનું બજેટ લોકોની કોઈપણ ચર્ચા વગર પસાર થઈ ગયું હતું. ઉલટાનું, જ્યારે લોક્સભામાં ફાઇનાન્સ બિલ બળપૂર્વક પસાર કરાયું ત્યારે વડાપ્રધાન તેમના સંસદીય મતવિસ્તારમાં પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં વ્યસ્ત હતા.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સીબીઆઇ અને ઈડીનો દુરુપયોગ બધા જાણે છે. ૯૫%થી વધુ રાજકીય કેસો માત્ર વિપક્ષની પાર્ટીઓ સામે જ નોંધાય છે અને જેઓ ભાજપમાં જોડાય છે તેમની સામેના કેસો ચમત્કારિક રીતે ગુમ થઈ જાય છે. પત્રકારો, એક્ટિવિસ્ટ્સ અને પ્રતિષ્ઠિત થિંક-ટેક્ધ સામે રાષ્ટ્રીય સુરક્ષા માટેના કાયદાનો ઉપયોગ અભૂતપૂર્વ છે. પીએમ સત્ય અને ન્યાય માટે મોટી મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે પીએમ દ્વારા ચૂંટાયેલા ઉદ્યોગપતિ પર છેતરપિંડીનો આરોપ લાગે છે ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે. ઈન્ટરપોલે ભાગેડુ મેહુલ ચોક્સી સામે નોટિસ પાછી ખેંચી લીધી અને બિલ્ક્સિ બાનો બળાત્કારના દોષિતોને મુક્ત કરી દેવામાં આવ્યા. ત્યારબાદ તેઓ ભાજપના નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.
ન્યાયતંત્રની વિશ્ર્વસનીયતા ખતમ કરવાના વ્યવસ્થિત પ્રયાસો હવે ચરમસીમા પર પહોંચી ગયા છે. કેન્દ્રીય કાયદા મંત્રીએ નિવૃત્ત ન્યાયાધીશોને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા અને ધમકી આપી કે તેમને તેની કિંમત ચૂકવવી પડશે. આ ભાષાનો જાણીજોઈને લોકોને ગેરમાર્ગે દોરવા અને પદ પર રહેલા જજોને ડરાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. મીડિયાની સ્વતંત્રતા પહેલાંથી જ સરકારની રાજકીય ધાકધમકીનો શિકાર બની છે.
દખલગીરી મોટું કારણ છે. હવે સરકાર પર સવાલ ઉઠાવનારાઓને ચૂપ કરવા માટે ન્યૂઝ ચેનલો પર સાંજે ડિબેટ યોજવામાં આવે છે. એટલું જ નહીં, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના નિયમોમાં ફેરફાર કરીને સરકારે કોઈપણ સમાચારને ફેક ન્યૂઝ તરીકે લેબલ કરીને તેના કાયદાકીય રક્ષણને ખતમ કરવાની કાનૂની સત્તા પણ આપી દીધી છે.
ભારતની સુપ્રીમ કોર્ટે હાલમાં સ્પષ્ટ કર્યું છે કે સરકારની ટીકા કરવી એ કાનૂની કાર્યવાહીનો આધાર ન હોવો જોઈએ. શું સરકાર સાંભળી રહી છે? તેમાં કોઈ શંકા નથી કે ભાજપ અને આરએસએસના વકીલોની એક ફોજ તેમના મહાન નેતા વિશે ટીકા પ્રકાશિત કરતા દરેક પ્લેટફોર્મને હેરાન કરવા તૈયાર રહે છે.
દેશને મૌન રાખીને દેશની સમસ્યાઓનો ઉકેલ નહીં થાય. પીએમ મોદી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મૌન છે, તેમની સરકારના કામથી કરોડો લોકોના જીવનને અસર થાય છે, તેઓ તેમના સંબંધિત અમારા વાજબી સવાલો પર મૌન છે. નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં બેરોજગારી અને મોંઘવારીનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો ન હતો, જાણે આ સમસ્યા જ નથી. જે લોકો રોજેરોજ દૂધ, શાકભાજી, તેલ અને ગેસ પણ ખરીદી શક્તા નથી તેવા લોકો માટે સરકારનું આ મૌન શું કામનું છે. અથવા અત્યાર સુધીના સૌથી વધુ બેરોજગારીનો સામનો કરી રહેલા યુવાનોને આ મૌનનું શું કામ છે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના તેમના વચનને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા પછી પીએમ આરામથી ચૂપ છે. પરંતુ વધતા ખર્ચ અને પાકના ઘટતા ભાવની ખેડૂતોની સમસ્યા આજે પણ યથાવત્ જ છે.
દેશમાં ભાજપ અને આરએસએસના લોકો દ્વારા જે નફરત અને હિંસાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું તે હવે વધી રહ્યું છે અને પીએમ તેની અવગણના કરી રહ્યા છે. એક વખત પણ તેમણે શાંતિ કે સંવાદિતા જાળવવા વિશે વાત કરી નથી અથવા ગુનેગારોને લગામમાં રાખવા માટે કોઈ પગલાં લીધાં નથી, એવામાં તેમને સજા કરવી તે તો ઘણી દૂરની વાત છે. ધાર્મિક તહેવારો હવે આનંદ અને ઉજવણીના તહેવાર રહ્યા નથી, પરંતુ અન્યોને ડરાવવા અને હેરાન કરવાનો અવસર બની ગયા છે. હવે લોકોને તેમના ધર્મ, ખાનપાન, જાતિ, લિંગ અને ભાષાના આધારે વિભાજિત કરવામાં આવે છે.ચીન સાથેના સરહદી મુદ્દા પર, આપણે જોયું છે કે પીએમ મોદી કેવી રીતે ચીનની ઘૂસણખોરીને નકારી રહ્યા છે, સરકાર સંસદમાં ચર્ચા અટકાવી રહી છે અને વિદેશ મંત્રીએ હાર સ્વીકારી લેવાનું વલણ અપનાવ્યું છે.