મુંબઇ, ઇસ્લામિક ધામક નેતા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે. ગુજરાત પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે અને મૌલાનાની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલી રહી મુફ્તી મૌલાના સલમાન અઝહરીએ ૩૧ જાન્યુઆરીએ ગુજરાતના જૂનાગઢમાં નફરતભર્યું ભાષણ આપ્યું હતું. વિવાદાસ્પદ ભાષણ આપ્યું હતું, જેનો વિડીયો વાયરલ થયા બાદ જૂનાગઢ પોલીસે આ મામલે FIR નોંધી હતી. જોકે પોલીસ દ્વારા આ કાર્યક્રમ વિશે કહેવામાં આવ્યું હતું કે આ એક ધાર્મિક કાર્યક્રમ હતો, પરંતુ મુફ્તી સલમાને આ કાર્યક્રમમાં નફરતજનક ભાષણ આપ્યું હતું.આ પછી મુફ્તી સલમાન અઝહરી સહિત આયોજકો યુસુફ મલેક અને અઝીમ હબીબ વિરુદ્ધ કલમ ૧૫૩છ, ૫૦૫, ૧૮૮, ૧૧૪ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. યુસુફ અને હબીબની ધરપકડ કરવામાં આવી હતી.
મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કર્યા બાદ તેમના સમર્થકો વિરોધ કરી રહ્યા હતા.પોલીસે ભીડને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો, જેના કારણે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગુજરાત પોલીસની ટીમ પૂછપરછ અને કાગળની કાર્યવાહી બાદ પણ કેટલાંક કલાકો સુધી ઘાટકોપર પોલીસ સ્ટેશનની અંદર બેઠી છે. મુફ્ત ને ગુજરાતના જૂનાગઢ લઈ જવાની છે, પરંતુ ભીડને કારણે પોલીસ તેને લઈ જઈ શક્તી નથી.પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. મીડિયાને પહેલા પોલીસ સ્ટેશનથી દૂર ખસેડવામાં આવ્યા હતા, પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી પરંતુ ભીડ વધી રહી હતી અને આખરે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે અચાનક નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડીસીપીએ માઈક દ્વારા જાહેરાત કર્યા બાદ લાઠીચાર્જ થયો હતો.
નોંધનીય છે હાલમાં કેટલાય કલાકોથી પૂછપરછ ચાલી રહી છે. મુફ્તી સાહેબ હજુ પણ કસ્ટડીમાં છે. સૂત્રોનું માનીએ તો પોલીસ તેને મોડી રાત્રે ગુજરાત લઈ જઈ શકે છે. ગુજરાત એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે આ મામલાની હજુ તપાસ ચાલી રહી છે. એફઆઇઆર બાદ જિલ્લા એસપીએ ૨ લોકોની ધરપકડ કરી હતી.