નવીદિલ્હી, કર્ણાટકમાં શરમજનક હાર બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપને આત્મચિંતન કરવાની સલાહ આપી છે. સંઘે પોતાના મુખ્ય પત્ર ઓર્ગેનાઈઝરમાં કહ્યું છે કે દરેક જગ્યાએ જીત માટે માત્ર પીએમ નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ પૂરતું નથી.
એસએસએસએ ભાજપના મિશન ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને આ સલાહ આપી છે. આરએસએસે આ સમયગાળા દરમિયાન પાર્ટીને સ્પષ્ટ્ર કરી દીધું છે કે મજબૂત જન આધાર અને પ્રાદેશિક નેતૃત્વ વિના ચૂંટણી જીતવી સરળ નથી.
વાસ્તવમાં કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે સ્ટાર પ્રચારકો ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને હિન્દુત્વ પર ભાર મૂકયો હતો. કર્ણાટકની ચૂંટણીમાં આવા ઘણા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા જેનો સીધો સંબંધ હિન્દુત્વ સાથે હતો. ભાજપ આ મુદ્દાઓને આધારે એક્તરફી જીત નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જો કે, જનતાએ પક્ષને ઐંધો પાડી દીધો અને કોંગ્રેસને વિજયનો તાજ પહેરાવ્યો. કોંગ્રેસ માટે નહીં પણ ભાજપ માટે આ ચોક્કસપણે મોટો ફટકો હતો.
રાષ્ટર્રીય સ્વયં સેવક સંઘે તેના લેખમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા અને હિન્દુત્વના વિચારો તમામ જગ્યાએ ચૂંટણી જીતવા માટે પૂરતા નથી. આ લેખમાં લખવામાં આવ્યું છે કે વિચારધારા અને કેન્દ્રીય નેતૃત્વ હંમેશા ભાજપ માટે સકારાત્મક પાસાં હોઈ શકે છે, પરંતુ જનતાના મનને પણ પાર્ટીને સમજવી પડશે. સંઘે લખ્યું કે બીજેપીએ કર્ણાટક ચૂંટણીમાં કેન્દ્રના મુદ્દાઓ લાવવાનો પ્રયાસ કર્યેા. પરંતુ, કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓ છોડા નથી અને આ જ તેમની જીતનું કારણ છે.
સંઘે ભાજપની એ રણનીતિ પર પણ સવાલ ઉઠાવ્યા છે જેમાં પાર્ટીએ જાતિના મુદ્દાઓ દ્રારા વોટ એકત્ર કરવાનો પ્રયાસ કર્યેા હતો. સંઘે કહ્યું છે કે પાર્ટીએ આ પ્રયાસ એવા રાયમાં કર્યેા છે જે ટેકનોલોજીનું હબ છે. સંઘે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે યારથી પીએમ મોદી સરકાર કેન્દ્રમાં આવી છે, એટલે કે ૨૦૧૪ પછી પહેલીવાર ભાજપ કોઈપણ રાયની ચૂંટણીમાં ભ્રષ્ટ્રાચારના મુદ્દાનો બચાવ કરતી જોવા મળી છે. એટલું જ નહીં, આવું પણ પહેલીવાર બન્યું છે યારે સંઘે ભાજપને ચૂંટણીને લઈને સલાહ આપી હોય. વાસ્તવમાં સંઘના મુખ્ય પેપરના સંપાદક પ્રફુલ્લ કેતકરે ૨૩ મેના તંત્રીલેખમાં આ વાતો લખી છે.