માત્ર કાગળ પર તપાસ પુરી : પરૂણા ગ્રામ પંચાયત તપાસમાં અધિકારીઓની મીલીભગતની શંકાઓ

કાલોલ,એક તરફ રાજય સરકાર શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવાની મોટી મોટી વાતો કરી બણગાં ફૂંકે છે, ત્યારે કાલોલ તાલુકાના પરૂણા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ કાશીયાઘોડામાં મનરેગા યોજનાના કામો જીસીબી મશીન દ્વારા ચાલતા હોવાથી રાજય સરકારની શ્રમિકોને 100 દિવસ રોજગારી આપવાની યોજના માત્ર કાગળ ઉપર દેખાવ પૂરતી સાબિત થય પરૂણાં ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં જીસીબી મશીન દ્વારા કામો થતા હોવાથી ગામના જાગૃત નાગરિક દ્વારા જીસીબી મશીન થી થતા કામોનો વીડિયો બનાવી સોશિયલ મિડિયામાં વાયરલ કર્યા હતા અને અધિકારીઓ સુધી પણ પહોંચાડયા હતા.

ગામના જાગૃત નાગરિક દ્વારા જીલ્લા કલેકટર ગ્રામ વિકાસ એજન્સી તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને 10/4/2023 ના રોજ લેખિતમાં આપી જાણ કરી હતી. જેથી તે અનુસંધાનમાં અધિકારીઓ દ્વારા માત્ર દેખાવ પૂરતી કાગળો ઉપર કામગીરી કરી તલાટી ક્રમ મંત્રી કોન્ટ્રાક્ટર અને મનરેગાના અધિકારીઓને બચાવવા માટે તપાસમાં આવેલ અધિકારીઓએ દેખાવ પૂરતી કામગીરી કરીને તમામને રાહત થાય તેવી તપાસ કરી તપાસને સમેટી દીધી હોવાની ચર્ચા લોકોમાં ખૂબ જોરે વહેતી થઈ હોવાથી લોકોમાં ચહલ પહલ થવા પ્રામી છે અને જેથી ઘણા લોકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે ઘોઘંબા તાલુકાની પંચાયતમાં જે રીતે તપાસ થય અને ઘોઘંબાના જવાબદાર અધિકારીઓ સામે જે રીતે પગલાં લેવામાં આવ્યા તે રીતે કાલોલ તાલુકાની ગ્રામ પંચાયતોની તપાસ કરી જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે અને ગામના જાગૃત નાગરિકોને ન્યાય મળે અને ગામને વિકાસની નવી દિશા મળે તે જરૂરી બન્યું છે.

જેથી આવી ભ્રષ્ટાચારી ગ્રામ પંચાયતઓની તપાસ ડેપ્યુટી ડી.ડી.ઓ. મકવાણા દ્વારા કરવામાં આવે તે જરૂરી બન્યું છે. કારણ કે, પંચમહાલ જીલ્લા પંચાયતમાં જાંબાઝ અને ઈમાનદાર કહેવાતા અધિકારી ડેપ્યુટી ડી.ડી.ઓ. મકવાણાના નામથી ઘણાં અધિકારીઓને પરસેવો વળી જાય છે. જેથી દરેક ગામોમાં ડેપ્યુટી ડી.ડી.ઓ. મકવાણાની ઈમાનદારી અને સચોટ કાર્યવાહીની પ્રશંસા થય રહી છે.