અમદાવાદ, રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ આગામી ૨૪ કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં લોકો સવારે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આગામ ૫ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ ૫ દિવસ વરસાદની કોઈ શક્યતા નહી હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં તાપમાનનો પારો યથાવત રહેશે. તેમજ ૨૪ કલાક બાદ તાપમાનમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે. તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે.
આ બાબતે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દરમ્યાન વરસાદ નહી થાય તેવી આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ કલાક બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો ગાંધીનગરમાં ૧૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તાપમાનમાં વધારો થવાથી લોકો થોડો ગરમીનો અનુભવ કરી શકે છે.
હાલ અમદાવાદમાં તાપમાન ૧૬.૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું ૯.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. ૨૪ કલાક બાદ અમદાવાદનું મિનિમમ તાપમાન ૧૮ ડિગ્રી આસપાસ પહોંચશે. ત્યારે હવામાન વિભાગ લોન્ગ ફોરકસ્ટ મુજબ ફેબ્રુઆરીના ૩ સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધ-ઘટ થતા ગરમીનો અહેસાસ થઈ શકે છે.