મુંબઇ, મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહેવાલ છે કે અહીં એક સગીર છોકરાએ પોતાની જ ૧૫ વર્ષની બહેનને ગર્ભવતી બનાવી છે. પોલીસે સગીર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તેમજ કેસ ખંડેશ્ર્વર પોલીસને સોંપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાંથી પણ આવો જ એક કિસ્સો નોંધાયો હતો, જ્યાં બે ભાઈઓની તેમની ૧૪ વર્ષની બહેનના કથિત બળાત્કાર બદલ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ૧૩ વર્ષના છોકરા સામે તેની ૧૫ વર્ષની બહેન પર બળાત્કારનો કેસ નોંયો હતો. બંને માતા-પિતા તેમની પુત્રીની ત્રણ મહિનાની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરાવવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ કારણે વાશી જનરલ હોસ્પિટલે મેડીકો લીગલ કેસ એટલે કે એમએલસી વિશે માહિતી આપી હતી. પોલીસને આપેલા નિવેદનમાં પીડિતાએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
સગીરાએ પોલીસને જણાવ્યું કે બંનેએ પોર્ન જોયુ હતું અને ત્યારબાદ નાના ભાઈએ તેને ગર્ભવતી બનાવી હતી. આ કેસની તપાસ કરી રહેલા એક પોલીસ અધિકારીએ માહિતી આપી છે કે બંનેએ ડિસેમ્બરમાં પહેલીવાર સેક્સ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમ કરી શક્યા ન હતા. આ પછી રેપની ઘટના બની.
તેને કહ્યું, ‘પરંતુ બીજા જ મહિને છોકરાએ છોકરી સાથે રેપ કર્યો. જ્યારે, તેને આમ કરવાની ના પાડી દીધી હતી. પીડિતાને માસિક સ્ત્રાવ ન આવતાં માતાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. છોકરા સામે આઇપીસીની કલમ ૩૭૬ અને ૩૭૬(૨) એટલે કે ભારતીય દંડ સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ ૪, ૬, ૮ અને ૧૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.B