મથુરામાં મંદિર બનવા સુધી એક જ દિવસ ભોજન કરીશ’, રાજસ્થાનના મંત્રીએ સંકલ્પ લીધો

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ યોજાયો હતો. હવે રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યુ કે જ્યાર સુધી ભગવાન કૃષ્ણની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ નથી થઇ જતું ત્યાર સુધી તે દિવસમાં માત્ર એક જ વખત ભોજન કરશે. દિલાવરે કોટામાં પોતાના ચૂંટણી વિસ્તાર રામગંજ મંડીમાં એક સમ્માન સમારંભમાં આ વાત કહી છે.

પોતાના સંબોધનમાં મંત્રી દિલાવરે યાદ કરતા કહ્યુ કે, ડૉ. કિરોડીલાલ મીના, જે હવે રાજ્યના કેબિનેટ મંત્રી છે અને હજારો કાર સેવકો સાથે મળીને 1992માં ગેરકાયદેસર અટકાયત અને પોતાના સહયોગીઓ વિરૂદ્ધ હત્યાના ખોટા આરોપો વિરૂદ્ધ અયોધ્યામાં પ્રદર્શન કર્યું હતું. છ વખતના ધારાસભ્ય અને ત્રણ વખત મંત્રી રહેલા દિલાવરે ફેબ્રુઆરી 1990માં પણ સોગંધ ખાધા હતા કે જ્યાર સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નથી થઇ જતું ત્યાર સુધી તે માળા નહીં પહેરે.

અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ સમાપ્ત થયા પછી તેમના સમર્થકોએ 34 કિલોની એક માળા અને 108 ફૂટ લાંબી એક માળા ચઢાવી હતી. જોકે, દિલાવરે એમ કહેતા માળા પહેરવાનો ઇનકાર કર્યો કે તે ત્યારે જ પહેરશે જ્યારે તે 31 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના દર્શન કરશે.

મહત્ત્વપૂર્ણ છે કે ફેબ્રુઆરી 1990માં દિલાવરે એવા પણ સોગંધ ખાધા હતા કે જ્યાર સુધી જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ખતમ નથી થઇ જતી ત્યાર સુધી તે બેડ પર નહીં ઉંઘે. એમ કહેવામાં આવે છે કે ત્યારથી તે ચટાઇ પર ઊંઘે છે. જ્યારે 2019માં વિવાદાસ્પદ આર્ટિકલ 370ને રદ કરવામાં આવ્યું ત્યારે જઇને તે બેડ પર ઉંઘ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઇદગાહની વિવાદિત જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ 13.37 એકર જમીન પર માલિકીના હક સાથે જોડાયેલો છે. 12 ઓક્ટોબર 1968માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાએ શાહી મસ્જિદ ઇદગાહ ટ્રસ્ટ સાથે સમજૂતિ કરી હતી. આ સમજૂતિમાં 13.7 એકર જમીન પર મંદિર અને મસ્જિદ બન્ને બનાવવાની વાત થઇ હતી. મહત્ત્વપૂર્ણ છે કે શ્રીકૃષ્ણ જન્મસ્થળ પાસે 10.9 એકર જમીનનો માલિકીનો હક છે અને 2.5 એકર જમીનનો માલિકીનો હક શાહી ઇદગાહ મસ્જિદ પાસે છે. હિન્દૂ પક્ષનું કહેવું છે કે શાહી ઇદગાહ મસ્જિદને ગેરકાયદેસર રીતે કબ્જો કરીને બનાવવામાં આવી છે. આ જમીન તેમનો દાવો છે. હિન્દૂ પક્ષ તરફથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવવા અને આ જમીનને પણ શ્રીકૃષ્ણ જન્મસ્થળને આપવાની માંગ કરવામાં આવી છે.