મથુરા,
મથુરામાં ગુરુવારે વૃંદાવનની ગાર્ડન હોટલમાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનામાં બે કર્મચારીની જીવતા સળગીને મોત થઈ હતી, જ્યારે એક કર્મચારી દાઝી ગયો હતો. તેની હાલત ગંભીર છે. તેને આગ્રાની એસએન મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે. હોટલના ઉપરના માળે આવેલા એક વેરહાઉસમાં આગ લાગી હતી. પછી ધીમે ધીમે તે નીચે પહોંચવા લાગી. જે હોટલ બિલ્ડિંગમાં આગ લાગી તે ત્રણ માળની છે. તેમાં પહેલા માળે રેસ્ટોરન્ટ, બીજામાં કિચન અને ત્રીજામાં વેરહાઉસ છે. આગ વેરહાઉસમાંથી શરૂ થઈ હતી. તે જ સમયે, આ બિલ્ડિંગની બાજુમાં બીજો બ્લોક છે, જેમાં ૨૫ રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં સુરત, હિસાર અને જમ્મુના પ્રવાસીઓ રોકાયા હતા. તેમની શ્રી મદ ભાગવત કથા ચાલી રહી હતી.
ઓરિસ્સાના પ્રવક્તા ભાગવત કરી રહ્યા હતા. ભાગવત કથાનો છેલ્લો દિવસ હતો. વહેલી સવારે આ અકસ્માત થયો હતો. વૃંદાવન રોડના મુખ્ય માર્ગ પર હોટેલ મથુરા આવેલી છે. ઉપરના માળે સ્ટોર રૂમ હતો. તેમાં રજાઇ અને ગાદલા જેવી વસ્તુઓ પણ રાખવામાં આવી હતી. આમાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે કામદારોને બચવાનો મોકો પણ ન મળ્યો.
હોટલમાં રહેલા સુરતના પ્રવાસી કૃષ્ણ સિંઘલે કહ્યું કે, સવારે ૫ વાગ્યે જોરથી અવાજ આવવા લાગ્યો. એવું લાગ્યું ક્યાંય ઝઘડો થઈ રહ્યો છે. બિલ્ડિંગથી નીચે આવીને ગાર્ડનમાં જોયું તો હોટલમાં આગ લાગી હતી. પછી મેં મારા સાથીદારોને હોટલમાં જઈ ઉઠાડવાનું શરૂ કર્યું. અમે ૨૬ ઓક્ટોબરે આ હોટલમાં રોકાયા હતા. અમારી ભાગવત કથા ચાલી રહી હતી. આજે હવન થવાનો હતો. સાધુ-સંતોને ભંડારા માટે બોલાયા હતા. આજે સાંજે ૫ વાગ્યે સુરતની ટ્રેન છે.
એસપી અભિષેક યાદવે કહ્યું કે, સવારે હોટલના ટોપ લોરમાં આગ લાગ્યાની સૂચના મળી હતી. ત્યાર પછી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ટોપ લોરના વેરહાઉસમાં બે કર્મચારી સૂઈ રહ્યા હતા. અકસ્માતને કારણે તેમની મોત થઈ ગઈ. હોટલમાં આવેલા તમામ મુસાફરો સુરક્ષિત છે. ટોપ લોર પર હોટલના દસ્તાવેજો તેમજ ઈલેક્ટ્રોનિક સામાન રાખેલો હતો. આગ લાગવાના કારણની તપાસ થઈ રહી છે. જે હોટલમાં આગ લાગી હતી તેના કેમ્પસમાં અનેક બ્લોકમાં બિલ્ડિંગ બનેલી છે.
આગની જાણ થતાં જ હોટલમાંથી ૧૦૦ પ્રવાસીઓને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. હોટલ સ્ટાફ અને આસપાસના લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ આવતાની સાથે જ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. જે બે કર્મચારીઓ હોટલમાં મૃત્યુ પામ્યા હતા. તેમની ઓળખ મથુરાના રહેવાસી ઉમેશ (૩૦) અને કાસગંજના રહેવાસી વીરી સિંહ (૪૦) તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને સ્ટોરમાં જ સૂતા હતા, તેમને ત્યાં લાગેલી આગથી બચવાનો મોકો મળ્યો ન હતો. બંને જીવતા સળગતા મૃત્યુ પામ્યા. તે જ સમયે, અન્ય એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો છે. તે કોઈ હાલતમાં આગમાં ફસાઈ ગયો હતો કે કેમ તે જાણી શકાયું નથી.
સીએફઓ પ્રમોદ વર્માએ જણાવ્યું કે, આગ કયા કારણોસર લાગી તેની તપાસ થઈ રહી છે. શોટ સકટથી આગ લાગવાની આશંકા છે. કોઈ કર્મચારીએ સિગરેટ-બીડી પીને ફેંકી હોય અને આગ લાગી હોય તેની પણ આશંકા છે. હોટલના સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે.