- જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ સરકારી ઇજનેરી કોલેજ ખાતે ઉભી થનારી વિવિધ વ્યવસ્થાઓ અંગે ઓબ્ઝર્વરઓને માહિતી આપી.
દાહોદ, આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બાદ દાહોદની સરકારી ઇજનેરી કોલેજમાં મતદાન માટે તૈયાર થયેલા EVM સ્ટ્રોંગરૂમમાં રખાશે અને મતગણતરી કેન્દ્ર ઉભું કરાશે. જેના સંદર્ભે સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેનું તમામ ઓબઝર્વર્સઓ દ્વારા રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જનરલ ઓબ્ઝર્વર મોહમ્મદ અકબર વાની, ખર્ચ ઓબ્ઝર્વર શ્રેયસ કે.એમ તેમજ પોલીસ ઓબ્ઝર્વર નિવેદિતા કુકરેટી કુમારે અહીં હાથ ધરાનારી મતદાન વ્યવસ્થાની રૂબરૂ મુલાકાત કરી હતી.
જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેએ ઓબ્ઝર્વરઓને સરકારી ઇજનેરી કોલેજ સંકુલમાં વિવિધ સ્થળોએ ઉભી થનારી વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
પોલીસ ઓબ્ઝર્વર નિવેદિતા કુકરેટી કુમાર દ્વારા નિરીક્ષણ કરતા જઈ સ્ટ્રોંગ રૂમ તેમજ કાઉન્ટિંગ રૂમની વ્યવસ્થા વિશે જરૂરી સૂચના આપવામાં આવી હતી.
આ મુલાકાત દરમ્યાન જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જીલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી તેમજ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સકીના, નાયબ કાર્યપાલક ઈજનેર હિમાની શાહ સહિત અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.